રસીકરણ:8 માસમાં શુક્રવારે સૌથી વધુ 36370નું રસીકરણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં 12,93,195 લોકોએ રસી લીધી, શુક્રવારે 425 કર્મચારી અભિયાનમાં જોડાયા
  • ​​​​​​​9.81 લાખ લોકોએ​​​​​​​ પહેલો, 3.11 લોકોએ બીજો રસીનો ડોઝ લીધો : 20 સ્થળે મેગા કેમ્પ યોજાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે 68 કેન્દ્રો પર રસીકરણમાં 36370 લોકોએ રસી મૂકાવી હતી. જેના કારણે જિલ્લામાં કુલ 12,93,198 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 9.81 લાખ પ્રથમ તેમજ 3.11 લાખ લોકોએ બીજો ડોઝ લીધો હતો. છેલ્લા આઠ માસ દરમિયાન જિલ્લામાં મેગા વેક્સિનેશન અભિયાનમાં શુક્રવારે સૌથી વધુ લોકોએ રસીનો લાભ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 17 સપ્ટેમ્બર ને શુક્રવારે પ્રધાનમંત્રીના જન્મ દિવસ પર મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું હતું જેમાં જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા 425 કર્મીઓને 432 જેટલા રસી બુથો પર કામ લગાડ્યા હતા.

અા કારણે તા. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણને લઇને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા આઠ માસ બાદ સૌથી વધુ એક દિવસમાં 36370 લોકોએ રસીનો લાભ લીધો હતો.શુક્રવારે સવારના 11થી રસીકરણમાં તેજી આવી હતી. જેના કારણે 11 થી સાંજના 6 કલાક સુધીમાં રસીકરણનો આંક દર કલાકે 3 હજારથી ઉપર રહ્યો હતો. અત્યાર સુધીમાં જિલ્લામાં 9,81,854 પ્રથમ તેમજ 3,11,341 બીજા ડોઝ સાથે કુલ 12,93,195 લોકોનું રસીકરણ થયુ હતુ.

બીજી તરફ ધ્રાંગધ્રામા શહેરમાં 20 જેટલી આગણવાડી અને અલગ અલગ સ્થળોએ મેગા કોરોના રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો રસી લધી હતી ત્યારે નાયબ કલેકટર લોઢા, ચીફ ઓફીસર રાજુભાઈ શેખ, મામલતદાર ગોહીલ, આરોગ્યનો સ્ટાફ સહિતના દ્વારા જહેમત ઉઠાવી હતી.

6 લાખ મહિલાએ રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ રસીકરણમાં 6,83,611 પુરૂષોએ રસી મૂકાવી છે. જેની સામે મહિલાઓ પણ રસીકરણમાં આગળ આવતા 6 લાખના આંકને પાર કરીને 6,11,994 મહિલાઓનું રસીકરણ થયુ હતુ. ત્યારે મહિલાઓ પણ વધુમાં વધુ રસી લે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

18-44ના 7 લાખથી વધુ લોકોએ રસી મુકાવી
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ રસી લેવામાં 18-44ની ઉંમરના લોકો આગળ રહ્યા છે. ત્યારે 45-60ની વયના 3,59,127 અને 60થી ઉપરની ઉંમરના 2,32,992 લોકોએ રસી મૂકાવી હતી. જેની સામે 18-44ની ઉંમરના લોકોએ શુક્રવારે 7 લાખના આંકને પર કરીને 7,03,390 પર પહોંચી ગયા હતા. જેમાં કોવિશિલ્ડની 11,43,759 તેમજ કોવેક્સિનની 1,52,050 રસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...