તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ફેરિયાઓ લાભાર્થી પાસેથી ચોખા ખરીદી ભેગા કરતા હતા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર

સુરેન્દ્રનગર સીટી મામલતદારે ચેકિંગ દરમિયાન સરકારી થેલીમાં પેક ઘઉંના અને ચોખા કટ્ટા મળી કુલ રૂ.13.74 લાખનો અનાજનો જથ્થો ઝડપી પુડ્યો હતો. જેમાં આઇસરના ડ્રાઇવર અને ટીબી હોસ્પિટલ પાછળ રહેતા 2 શખસની પૂછપરછ કરાઈ હતી. જેમાં ઘઉં પોતાપોતાની ખેતીની ઉપજ અને ચોખા ફેરિયાઓએ લાભાર્થી પાસેથી ખરીધી ભેગા કર્યા હોવાનું ખૂલ્યું હતું.

આઇસરના ડ્રાઇવર જયેશ ભાડાણિયાની પૂછપરછ કરતા એવી વિગતો જણાવી હતી કે આ જથ્થો ટીબી હોસ્પિટલ પાછળ રહેતા હિરેનભાઇ જીલાભાઇ ગોલતરના ઘરેથી ભર્યો હતો અને શેખપર રોડ પર આવેલી શ્રીજી કંપનીમાં ખાલી કરવાનો હતો. આ અંગે મામલતદાર એન.એચ.પરમારે જણાવ્યું કે બન્નેના નિવેદનોમાં ફેરિયાઓ લાભાર્થીઓ પાસેથી સસ્તા ભાવે ચોખા ખરીદીને ભેગા કારી કટ્ટા બનાવતા હતા. જ્યારે ઘઉંનો જથ્થો પોતાની ખેતીની ઉપજ હોવાનું જણાવ્યું હતું.

શેખપરની શ્રીજી કંપની જ્યા઼ માલ ઉતારવાની વાત હતી તે નાગરિક પુરવઠા નિગમનું ખરીદ કેન્દ્ર છે. જ્યારે ફરાર થઇ ગયેલા રતનપરમાં રહેતા અલ્પેશ દલવાડીના ઘેર પુરવઠાની ટીમેરે જઇને તપાસ કરી તો હજુ પણ ઘરને તાળું મારેલું છે અને તે ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...