તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળા કોલસાનો ગેરકાયદે કારોબાર:કોલસાના કારોબારમાં ખનીજ વિભાગના હાથ કાળા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન રૂપાવટી રોડ પર ચાલતાં કાર્બોસેલના ખનન અંગે દરોડા કરાયા હતા. - Divya Bhaskar
થાન રૂપાવટી રોડ પર ચાલતાં કાર્બોસેલના ખનન અંગે દરોડા કરાયા હતા.
  • થાન-રૂપાવટી રોડ પર ભરૂડી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અને થાન મામલતદારનો દરોડો : આરોપીઓ ફરાર
  • 2 દિવસ પહેલાં ગયેલા વિભાગના અધિકારીઓએ ખોદકામ ચાલુ હોવા છતાં કાર્યવાહી કરી નહોતી : બુધવારે 25 ચરખી, 250 ટન કોલસો, 5 ટ્રેક્ટર ઝડપાયાં

થાન પંથકના પેટાળમાં નિકળતા કાર્બોસેલની રાજયભરમાં માંગ છે. અને આથી જ થાન પંથકમાં કાળા કોલસાનો ગેરકાયદે કારોબાર ધમધમી રહયો છે. કોલસાના ખોદકામની જવાબદારી છે તે ખાણખનીજ ખાતાની ટીમ થોડો ઘણો માલ પકડી કાગળ ઉપર કામગીરી બતાવી સબ સલામતનો રિપોર્ટ કરીને ટેબલ નીચે મોટી રકમ ઘર ભેગી કરી દે છે. જયારે ભુમાફિયાઓ પૈસાના જોરે ખાખીના રોફને પણ શાંત કરી બેફામ કોલસાની ચોરી કરી રહયા છે.

આવા સમયે ખાણખનીજ અને પોલીસ બંનેને અંધારામાં રાખીને ચોટીલા પ્રાંત રાજ સુથાર અને થાન મામલતદાર એસ.વી.ચૌધરીએ થાન રૂપાવટી રોડ ઉપર ભરૂડી વિસ્તારમાં બુધવારે દરોડો પાડયો હતો.જયાથી ખાણમાંથી કાર્બોસેલ કાઢવાની 25 ચરખી, 250 ટન કોલસો અને 5 ટ્રેકટરની સાથે એક ટીસી પણ મળી આવ્યુ હતુ. પોલીસને જાણ કરવામાં આવે તો ખાણીયા રાજાઓને બાતમી મળી જાય તે માટે પ્રાંત અને મામલતદારે પોલીસ અને ખાણખનીજ ખાતાના અધિકારીઓને જાણ કર્યા વગર જ દરોડો પાડયો હતો.

બાદમાં થાન પોલીસને બોલાવતા પીએસઆઇ અને એક જમાદાર જ આવ્યા હતા. આથી પ્રાંતે પીએસઆઇને તતડાવ્યા હતા કે બે જ વ્યકિત કેમ આવ્યા. આથી વધુ ફોર્સ લેવા ગયેલી પોલીસ પણ મોડી આવી હતી. પરંતુ દરોડા દરમિયાન કોઇ માણસો ન પકડાતા આશ્ચર્ય ફેલાયુ હતુ. સરકારી ખરાબામાં કોણ કાળો કારોબાર ચલાવી રહયા છે તેની જો તપાસ કરવામાં આવે તો મોટા માથાના નામ બહાર આવે તેમ છે.

ખતરો કે ખીલાડી લખેલી ગાડીમાં 500 કિલો વિસ્ફોટક પદાર્થ મળ્યો
દરોડામાં ઘટના સ્થળે પડેલા વાહનોની તપાસ કરાતાં ખતરો કે ખીલાડી લખેલી બંધ બોડીની ગાડીમાંથી ખાણ ખોદવા માટે બ્લાસ્ટમાં વપરાતાં 500 કિલો ટોટા મળી આવ્યા હતા.ગેરકાયદે વેચાતા ટોટાનો આટલો મોટો જથ્થો કયાથી અને કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય બની ગયો છે. જ્યારે ભુમાફિયા હુમલો કરે તેવી દહેશત ફેલાઇ હતી અને આથી પરીસ્થિતિ પામીને પ્રાંતે થાનની સાથે ચોટીલાથી પણ પોલીસ કાફલો બોલાવવો પડયો હતો.

4 લાખના તોડની ચર્ચા
દરોડાે થયો તે સ્થળે અગાઉ ખાણખનીજ ખાતાની ગાડી આવી હતી. ખોદકામ ચાલુ હોવા છતા કોઇ કાર્યવાહી કરી ન હતી. આ મામલે ચર્ચાતો એવી પણ વહેતી થઇ છે કે ખાણખનીજની ટીમ ખોદકામ કરનાર પાસેથી રૂ.4 લાખનો તોડ કરી ગઇ હતી. અને તેનો ફોટો પણ ફરતો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો