લોક માંગણી:શહેરમાં બેફામ દોડતા વાહનોથી રસ્તા પરની ગ્રીલોની અવદશા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના મુખ્ય રસ્તાઓ પર બેફામ દોડતા વાહનોના કારણે ગ્રીલોની અવદશા થાય છે. - Divya Bhaskar
શહેરના મુખ્ય રસ્તાઓ પર બેફામ દોડતા વાહનોના કારણે ગ્રીલોની અવદશા થાય છે.
  • બેકાબૂ બનતા વાહનો પર રોક લગાવવા લોક માગણી

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર વાહનો સાથે લોકોની સુરક્ષા રહે તે માટે ડિવાઇડર બનાવ્યા છે અને ગ્રીલો પણ નાખવામાં આવી છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી આ લોખંડની ગ્રીલ તેમજ વીજપોલને પણ બેફામ દોડતા વાહનો અડફેટે લઇને અવદશા કરતા લોકોમાં રોષ ફેલાયો છે. ત્યારે આ બાબતે આવા વાહનો પર રોક લગાવવા લોકમાંગ ઊઠી છે. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વસ્તી સાથે વાહનવ્યવહારો વધી રહ્યા છે.

પરિણામે રસ્તા પર વાહનો સાથે લોકો પણ સુરક્ષિત રીતે પસાર થાય તે માટે અવાન-જાવન માટે ડિવાઇડર બનાવવાની સાથે લોખંડની ગ્રીલો બનાવવામાં આવી છે. તેમજ રાત્રિ સમયે રસ્તા પર અંજવાળા રહે તે માટે વીજપોલ પણ ઉભા કરાયા છે. પરંતુ બેફામ દોડતા નાના-મોટા વાહનોના કારણે ગ્રીલો અને વીજપોલને અડફેટે લેતા હોવાના બનાવો બનતા લોકોમાં રોષ ફેલાયો છે. શહેરના આંબેડકરચોકથી મિલેન સિનેમા, કોલેજ, આઇટીઆઈ તેમજ બસ સ્ટેન્ડ અને ગાંધી હોસ્પિટલથી લઇને છેક વઢવાણન ગેબનશાપીર સર્કલના રસ્તા વચ્ચે ગ્રીલો આવેલી છે.

ત્યારે બેકાબુ બનીને વાહનો હંકારતા ચાલકો આ રસ્તા પરની ગ્રીલોને અડફેટે લઇને નુકસાન કરી રહ્યા છે. તો બીજી તરફ વધુ ઝડપથી આવતા વાહનો અને ગ્રીલોને નિશાન બનાવતા રાહદારીઓ, દુકાનદાનો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આથી આવા વાહનો પર કાબુ રહે અને રસ્તા પરની સુરક્ષા માટેની ચીજવસ્તુઓને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...