પાટડી તાલુકાના એકમાત્ર 36 ફૂટ ઊંચા સિદ્ધિ વિનાયક મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવના ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત મંદિરમાં અન્નકૂટની સાથે રાત્રે ભજન અને દિવસે હવન અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.
પાટડીના જમાદારવાસમાં તાલુકાનું પ્રથમ ગણપતિ મંદિર આવેલું છે. લાખોના ખર્ચે બનેલા આ ભવ્ય 36 ફુટ ઉંચા ગણપતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવના ભવ્ય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મંગળવારે સાંજે આ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. અને રાત્રે યોગેશ શર્મા અને મોન્ટુ ઠક્કર સહિતના કલાકારોની ભજન મંડળીએ મોડી રાત સુધી સિધ્ધી વિનાયક મંદિરે ભજનોની રમઝટ બોલાવી હતી.
પાટડી સિદ્ધિ વિનાયક મંદિરે વૈશાખ સુદ-10ને બુધવારે ભુદેવ અને પંડીતો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે ગણેશ યજ્ઞની સાથે સાંજે ચાર વાગ્યે શ્રીફળ હોમવાના કાર્યક્રમમાં પણ હેકડેઠેઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સાંજે પાટડી કડવા પાટીદાર હોલ ખાતે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઇ પટેલ, રાજુ શર્મા, મોન્ટુ ઠક્કર, પ્રકાશ પ્રજાપતિ, યોગશ શર્મા, ડી.કે.પરીખ અને રાજુભાઇ કુરીયર સહિતના ગણેશ મહોત્સવ સમિતિના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.