વઢવાણની ઝાપોદડ:શિક્ષણનો ગોબરો મારગ, બાળકો અહીં શીખશે સ્વચ્છતા, વ્યવસ્થાના પાઠ

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણની ઝાપોદડ ગામની શાળા આગળ જ કાદવ કીચડ

વઢવાણ તાલુકાના ઝાપોદડ ગામની અંદાજે 2200 જેટલી વસતી છે. આ ગામની પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8માં 152 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. પરંતુ આ શાળા આગળ જ કાદવ કીચડ અને માટીના જમાવડાથી શાળાની અંદર આવવું-જવું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલરૂપ બની ગયું છે.

ગામના મુખ્ય રસ્તાથી લઇને શાળા સુધી રસ્તાની પણ સુવિધા ન હોવાથી શાળાના કર્મીઓને વાહનો લઇને તેમજ બાળકોને પડી જવાના ભય સાથે પસાર થવું પડે છે. આ અંગે શાળાના આચાર્ય મહેશભાઈ જાદવે જણાવ્યું કે, શાળાની આગળ જ ખાડો હતો જે પંચાયત દ્વારા 2 દિવસ પહેલાં જ માટી નાખીને પૂરવામાં આવ્યો હતો. પરંતુ વરસાદ પડવાના કારણે માટી ચોટી ન હતી જેથી આ પરિસ્થિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...