તસ્કરોએ ટાવર પણ ન છોડ્યાં:પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, રામગ્રી, નાગડકા અને દેગામમાંથી કુલ રૂ. 1.17 લાખની ચોરી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય - Divya Bhaskar
પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય
  • રીલાયન્સ જીયોનાં ટાવર નિશાન બન્યાં, બજાણા પોલિસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે હવે તસ્કરો દ્વારા રહેણાંક મકાન ઉપરાંત અલગ-અલગ સ્થળોએ ચોરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં હવે તસ્કરો દ્વારા મોબાઇલ ટાવર ઉપર હાથ અજમાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાગડકા, દેગામ અને રામગ્રી સહિતના ગામોમાં મોબાઇલ ટાવરમાંથી બેટરી અને ડીઝલની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. આ મામલે ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ બજાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે.

તસ્કરોએ રીલાયન્સ જીઓના ટાવરમાંથી ચોરી આચરી

ઉમેદસિંહ વિશુભા ગોહીલે નોંધાવેલી ફરીયાદ મુજબ, તા. 11 નવેમ્બર, 2021થી તા. 17 ફેબ્રુઆરી, 2022ના સમય દરમિયાન બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં (1) રામગ્રી ગામે (2) નાગડકા ગામે (3) દેગામ ગામે આરોપી અજાણ્યા ચોર ઇસમે જુદા જુદા રીલાયન્સ જીઓના ટાવરમાંથી ચોરી આચરી હતી.

રામગ્રી ગામે રૂપિયા 26 હજારની ચોરી

આ ચોરીઓમાં (1) રામગ્રી ગામે તા. 11 નવેમ્બર, 2021ના રોજ રીલાયન્સ જીઓ કંપનીમાં ટાવરમાં સાઇડ ID I.GJ.DSDA.ENB.9074માં જનરેટરની EXIDE બેટરી તથા ડીઝલ ચોરાઇ ગયેલું જોવામાં આવ્યું હતું. જેમાં 150 લીટર ડીઝલ કિંમત રૂપિયા 13 હજાર તથા જનરેટરની EXIDE કંપનીની બેટરીની કિંમત રૂપિયા 13 હજાર મળી કુલ રૂપિયા 26 હજારની ચોરી થઇ હતી.

નાગડકા ગામે રૂપિયા 26 હજારની ચોરી

જ્યારે (2) નાગડકા ગામે તા.25/11/2021ના રોજ રીલાયન્સ જીઓ કંપનીમાં ટાવરમા સાઇડ ID I.GJ.DSDA.ENB.9074મા જનરેટરની EXIDE બેટરી તથા ડીઝલ ચોરાઇ ગયેલું જોવામાં આવ્યું હતું. જેમા 150 લીટર ડીઝલ કિંમત રૂપિયા 13 હજાર તથા જનરેટરની EXIDE કંપનીની બેટરીની કિંમત રૂપિયા 13 હજાર મળી કુલ રૂપિયા 26 હજારની ચોરી થઇ હતી.

દેગામમાં રૂપિયા 65 હજારની ચોરી

જ્યારે (3) દેગામ ગામે તા. 17 ડિસેમ્બર, 2022ના રોજ રીલાયન્સ જીઓ કંપનીમાં ટાવરમાં સાઇડ ID I.GJ.DSDA.ENB.9074માં ડીઝલ 120 લીટર કિંમત રૂપિયા 10 હજાર 700ની ચોરી થઇ છે, એમ મળી કુલ રૂપિયા 65 હજાર 060ની કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી અને સ્પેશિયલ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...