આરોપી ઝબ્બે:સુરેન્દ્રનગરના મૂળીમાં સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપી વિરમગામથી ઝડપાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સુરેન્દ્રનગર જિલ્લાના ગુન્હાઓમાં ફરાર નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા ભારપૂર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કર્યું હતુ. જે અન્વયે પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ પેરોલ ફર્લો સ્કવોડના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓએ એકશન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીંગ તથા ટેકનીકલ સોર્સીંગનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી પકડવા આરોપીઓ તથા તેઓના કુટુંબીજનોને માહિતી મેળવી તેઓના હાલના સરનામા બાબતે ફળદાયક હકીકત મેળવી તે તમામ જગ્યાઓએ તપાસ કરી નાસતા ફરતા આરોપીઓઓને શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી હતી. જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવી હતી.

જે સુચનાનુસાર પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા મુળી પોલીસ સ્ટેશન ગુ.ર.ન. 71/2022 આઇ.પી.સી. કલમ 363, 366 વિગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા છએક માસ ઉપરથી ફરાર નાસતો ફરતો આરોપી દશરથભાઇ રૂપાભાઇ ઠાકોર (ઉ.વ.21) ( રહે. નાનીકુમત તા. વિરમગામ, જી. અમદાવાદવાળા )ને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આરોપીની ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ મારફતે બાબતે હકીકત મેળવી મજકુર આરોપીને વિરમગામ પોપટપરા વિસ્તારમાંથી શોધી કાઢીને આરોપીની ઉપરોકત ગુન્હા સબબ ઉંડાણપૂર્વક પુછપરછ કરતા પોતે ઉપરોકત ગુન્હામાં ફરાર નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મુળી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...