સુરેન્દ્રનગર પેરોલફર્લો સ્કવોડ ટીમે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ફરાર આરોપી અંગે બાતમી મળી હતી. આથી પેઢડા ગામેથી અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર શખ્સને ઝડપી લઇ સીટી એડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ વિવિધ ગુનામાં ફરાર આરોપીઓને ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સુચના આપી હતી. અને ખાસ એક્શન પ્લાન બનાવી વધુમાં વધુ ફરાર આરોપીઓને ઝડપી લેવા જણાવાયુ હતુ. આથી એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનમાં પેરોલફર્લો સ્કવોડના પીએસઆઇ વી.આર.જાડેજા અને સ્ટાફ ટીમે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.
આથી લખતરના પેઢડા ગામેથી અપહરણ તથા બળાત્કારના ગુનામાં ફરાર આરોપી અરવિંદભાઇ બળદેવભાઇ બ્રહ્મભટ્ટને પેઢડાથી ઝબ્બે કરી લીધો હતો.તેની સામે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હોવાથી ત્યાં સોંપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.