કોરોનાને ખુલ્લુ આમંત્રણ:લખતર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા - Divya Bhaskar
લખતર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • સરકારી ઉજવણીના કાર્યક્રમમાં લોકો ભીડમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ સરકારી ઉજવણીના કાર્યક્રમમાં લોકો ભીડમાં માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સ વગર કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા જોવા મળ્યાં હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા જીલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં લોકો ભીડમાં પડ્યા નજરે પડ્યાં હતા. સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. આ સરકારી ઉજવણીના કાર્યક્રમમાં લોકો ભીડમાં માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સ વગર કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા જોવા મળ્યાં હતા.

જ્યારે કોરોનાની ત્રીજી લહેરની દહેશત હોવા છતાં સરકારી ઉજવણીના કાર્યક્રમમાં લોકો ભીડમાં માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સ વગર જણાઇ આવતા ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...