તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકાર:સુરેન્દ્રનગરમાં પહેલી વાર ટ્રાન્સજેન્ડરનું પ્રમાણપત્ર અપાયું

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડીના વતની, હાલ રાજકોટ રહેતા વ્યક્તિએ સૌ પ્રથમ અરજી કરી હતી

સમાજમાં એવા ઘણા લોકો છે કે જે સ્ત્રી કે પુરુષ નથી. આવી થર્ડ જેન્ડર વ્યક્તિ પણ સ્વમાનભેર જીવી શકે તે માટે કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમવાર પાટડીના વ્યક્તિને ટ્રાન્સજેન્ડરનું સર્ટિ આપવામાં આવ્યું હતું.

જે વ્યક્તિ સ્ત્રી કે પુરુષ ન હોય અને ટ્રાન્સજેન્ડર હોય તેવી વ્યક્તિના અધિકારોની રક્ષા અને કલ્યાણકારી યોજનઓ થકી આવી વ્યક્તિને સમાજની મુખ્ય ધારામાં લાવવવાનો પ્રયાસ કરવા ધી ટ્રાન્જેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ એકટ 2019થી કાયદો અમલી બનાવાયો છે. આવી કોઇ વ્યક્તિ સમાજ સુરક્ષામાં અરજી કરે તો તેની ખરાઇ કરીને કલેક્ટર તેને ટ્રાન્જેન્ડર તરીકે જાહેર કરી શકે છે.

સુરેન્દ્રનગર સમાજ કલ્યાણ વિભાગમાં મૂળ પાટડી તાલુકાના વતની અને હાલ રાજકોટ રહેતા પાયલ રાઠવાએ જિલ્લામાં સૌ પ્રથમ અરજી કરી હતી. જેની તપાસ કર્યા બાદ કલેક્ટર કે.રાજેશે પાટલ ધુડાભાઇ રાઠવાને ટ્રાન્સજેન્ડરનું સર્ટિ આપ્યું હતું. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર રવિરાજસિંહ ખેર, પ્રોબેશન અધિકારી, જયપાલ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, અજય મોટકા ઉપસ્થિત રહી આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...