તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારોબારી બેઠક:ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ પહેલી કારોબારી બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ બેઠકમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, અને કારોબારી ચેરમેનની નિમણુંક થઈ હતી. ત્યારે આજે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની ઉપસ્થિતીમાં કારોબારીની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં આગામી દિવસોમાં ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વધુ સુવિધાઓ મળી રહે તે માટેના કામો કરવા માટે તાલુકાના સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.જયારે નવ નિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ વિસ્તારના આસપાસના ગામોમાં વિકાસના કામો ઝડપી થાય તે માટે કામ કરવામાં આવશે. આજે મળેલી સામાન્ય સભામાં કારોબારીના સભ્યો અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી.

જેમાં કારોબારી સમિતિમાં શોભનાબા ઝાલા, ઉર્મિલાબેન પટેલ, રંજનબેન ખાંભલા, કાંતિભાઇ કણજારીયા, અરવિંદભાઇ પટેલ, ગીતાબેન ચૌહાણ, મહેશભાઇ પટેલ,ગીતાબેન ઠાકોર, ભાવનાબા ઝાલાની પસંદગી કરવામાં આવી હતી. જયારે સામાજિક ન્યાય સમિતિમાં કાળુભાઇ મકવાણા, કાંતાબેન વાઘેલા, ચેતનાબેન પટેલ, મનોજભાઇ પરમાર, રમેશભાઇ મકવાણાની નિમણુક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન ગોતમભાઈ ગેડિયા, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનલાલ તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ અને ભાજપના તાલુકાના પ્રમુખ હાજર રહ્યાં હતા.

ધ્રાંગધ્રા નગરપાલિકાનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે પાસ ધ્રાંગધ્રા નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી,ગટર ,રસ્તા અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે 75 કરોડનું બજેટ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલના અધ્યક્ષસ્થાને સર્વાનુમતે મંજૂર કરાયું હતુ. વર્ષ 2021/22ની સાલનું આ અંદાજપત્ર કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણાએ રજુ કર્યું હતુ.

તેમજ આ બજેટ બેઠકમાં ફાયનાન્સ કમિટીના યુવા ચેરમેન કરણદેવસિંહ કે.જાડેજા, ઉપપ્રમુખ રફીકભાઇ ચૌહાણ, ચીફ ઓફીસર રાજુભાઈ શેખ, સુશીલભાઈ પટેલ, કલ્પેશભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. આ બજેટને ચૂંટાયેલા તમામ સભ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો