ભાસ્કર વિશેષ:સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમ કોમન ફેસિલિટી સેન્ટર વઢવાણના ડાંગશિયા વસાહતમાં શરૂ કરાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો તાલીમ મેળવી શકે તે માટે રૂ. 15 લાખના ખર્ચે સેન્ટર ઉભુ કરાયુ
  • વણાટની કલાગીરીને લઇને 18 જેટલા લુમોમાં 20 થી 25 લોકો નિ:શુલ્ક તાલિમ મેળવી શકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌપ્રથમવાર અંદાજે રૂ. 15 લાખના ખર્ચે કોમન ફેસિલિટી સેન્ટર વઢવાણ ડાંગશિયા વસાહતમાં શરૂ કરાયુ હતુ. જેના કારણે ભુલતી જતી વણાટ કામની કરીગરીને પ્રોત્સાહન મળવાના સાથે અનેક લોકો આ સેન્ટરમાં તાલીમ લેશે.

જિલ્લામાં સૌપ્રથમ વખત વઢવાણના ડાંગશિયા વસાહતમાં રૂ. 15 લાખના ખર્ચે કોમન ફેસિલિટી સેન્ટર તા. 4-1-2022ને બુધવારે શરૂ કરાયુ હતુ. આ સેન્ટરમાં વણાટની કલાગીરીને લઇને 18 જેટલા લુમોમાં 20 થી 25 લોકો નિ:શુલ્ક તાલીમ મેળવી શકશે. તેમાંય ડાંગસીયા સમાજના નવયુવાનોને કે જે આ કલા વિસરી રહ્યા છે તેવા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારે એન્ટરપ્રિનીયોરશિપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દવારા HSBC બેંકના સમર્થનથી પ્રોજેક્ટ હેન્ડ મેડ ઈન ઇન્ડિયા હેઠળ આ કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન સમયે પવનકુમાર ગુપ્તા, આસિસ્ટન્ટ ડાઈરેક્ટર, વીવર્સ સર્વિસ સેન્ટર તેમજ EDIIના ક્લસ્ટર નોડલ ઓફિસર ગોપાલકુમાર રોય , જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આર.જે,ઝાલા, સુનીલ ગઢવી, તેમજ નાબાર્ડના ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ ઓફિસર આરાશુ રાવ, તેમજ મહિલા ઉદ્યોગ સાહસિક માધવીબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

જેમાં કોમન ફેસિલિટી પાર્ટનર આરાધ્યા ટાગલીયા, હાથવણાટ સહકારી મંડળી લી.ના સંત કબીર એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે EDII પ્રોજેક્ટ કોઓર્ડીનેટર વિક્રમભાઈ ઘાઘરેટીયા, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ પ્રવીણભાઈ પરમાર, માસ્ટર ટ્રેનર રાજુભાઈ કોઠારી, તેમજ આરાધ્યા ટાગલિયા, હાથ વનાટ સહકારી મંડળી લી . મુકેશભાઈ પરમાર, અનિલભાઈ પરમાર વગેરે જહેમત ઉઠાવી હતી.

આ રહ્યા આ સેન્ટરના મેઈન 7 ઉદ્દેશ્યો
> પરંપરાગત હસ્તકલા અને કારીગરોને સ્પર્ધાત્મક બનાવવા માટે ક્લસ્ટરોમાં ગોઠવવા અને તેમની લાંબા ગાળાની ટકાઉપણું અને સ્કેલની અર્થવ્યવસ્થા માટે ટેકો પૂરો પાડવો
> પરંપરાગત ઉદ્યોગ કારીગરો અને ગ્રામીણ ઉદ્યમીઓ માટે રોજગાર મેળવવા માટે ટેકો આપવા માટે ટાંગાલિયા વણકર અને કારીગરની આગામી પેઢીને વિવિધ તાલીમ આપવા અને તેમને પ્રોત્સાહિત કરવા.
> નવા ઉત્પાદનો, ડિઝાઇન હસ્તક્ષેપ અને સુધારેલ પેકેજિંગ અને માર્કેટિંગ માળખામાં સુધારણા માટે સમર્થન આપીને આવા ક્લસ્ટરોના ઉત્પાદનોની વેચાણક્ષમતા વધારવા માટે.
> નવીન અને પરંપરાગત કૌશલ્યો, સુધારેલી તકનીકો, અદ્યતન પ્રક્રિયાઓ, માર્કેટ ઇન્ટેલિજન્સ અને જાહેર-ખાનગી ભાગીદારીના નવા મોડલનું નિર્માણ કરવું, જેથી ક્લસ્ટર-આધારિત પુનર્જીવિત પરંપરાગત ઉદ્યોગોના સમાન મોડલની ધીમે ધીમે નકલ કરી શકાય.
> ક્લસ્ટરના લક્ષ્ય ગ્રાહકોને ઓળખવા અને સમજવા માટે, તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓને સમજવા અને જરૂરિયાતને પહોંચી વળવા માટે વર્તમાન ઉત્પાદન લાઇન વિકસાવવા. નોંધપાત્ર ધ્યાન ખરીદનાર સેગમેન્ટ પર હોવું જોઈએ જે પ્રાકૃતિક, પર્યાવરણને અનુકૂળ, નૈતિક રીતે સ્ત્રોત અને ટાંગાલિયાની વિશિષ્ટતા પર પ્રીમિયમ મૂકે છે.
> મુખ્ય માર્કેટિંગ ચેનલ તરીકે ઈ-કોમર્સને ટેપ કરવા અને CFC ના લાભાર્થીઓમાં તેના વિશે જાગૃતિ ફેલાવવા. ઇ-રિટેલ સ્પેસમાં તેની હાજરી અનુભવવા માટે ઝડપી વ્યૂહરચના ઘડવાની જરૂર છે.
> ઉત્પાદન ડિઝાઇન અને ગુણવત્તા સુધારણાના ક્ષેત્રનું અન્વેષણ કરવું. ઇનપુટ્સ અને પ્રક્રિયાઓની ગુણવત્તાને પ્રમાણિત કરવાની જરૂર છે જેથી ઉત્પાદનો ગુણવત્તાને પૂર્ણ કરે.

અન્ય સમાચારો પણ છે...