તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:હળવદમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો, ઢવાણાના શખ્સે 17વર્ષની માલિકીની જમીન પચાવી પાડી

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદ પોલિસ મથક - Divya Bhaskar
હળવદ પોલિસ મથક
 • તારીખ 01/01/2003થી તારીખ 02/04/2021 સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઇ

રાજ્ય સરકાર દ્વારા પારકી જમીન પચાવી પાડનારા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ હળવદ તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો છે. ઢવાણા ગામે સરંભડાના યુવાનની છેલ્લા 17થી 18 વર્ષથી જમીનનો કબજો કરીને લેનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા જયંતી ધરમશીભાઈ બાવળીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઢવાણા ગામે રહેતા આરોપી સવજી ત્રીકુભાઈ કોળી જે જયંતી બાવળીયાની માલિકીની (સરવે નંબર 456 પૈકી 01 તથા 456 પૈકી 02 વાળી) જમીન પર ગેરકાયદેસર કબજો કરી આ જમીન પર તારીખ 01/01/2003થી તારીખ 02/04/2021 સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ દાખલ થઇ છે.

જેથી હળવદ પોલીસે પણ જમીન માફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે ગુજરાત જમીન પચાવી પાડનાર પર (પ્રતિબંધ )અધિનિયમ-2020ની કલમ 03,04,(01)(03),05(ગ)મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો