હવામાનમાં ઠંડક:ઝાલાવાડમાં વર્ષના પ્રથમ 10 દિવસમાં તાપમાનમાં 9.8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારે લઘુતમ તાપમાન 10 અને મહત્તમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોમાં ઝરમર વરસાદને લઇ ઠંડકનું પ્રમાણ વધવા પામ્યુ છે.જ્યારે જિલ્લામાં છેલ્લા 10 દિવસની સરખામણીએ 9.8 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.સોમવારે જિલ્લામાં લધુતમ 10 અને મહતમ 24.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.જ્યારે પવનની ગતી 5 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 54 ટકા નોંધાયુ હતુ.જ્યારે દિવસ દરમિયાન 14.8 ડિગ્રી તાપમાનમાં વધારો ઘટાડો સવારથી રાત્રી દરમિયાન જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ઉતરપુર્વથી હિમાલયન રીઝીયનમાં બરફરવર્ષાબાદ ત્યાંથી આવતા ઠંડા પવનો શિયાળાની ઠંડી લાવતા હોય છે.ત્યારે હાલ ઉતર પુર્વના રાજ્યોમાં હીમવર્ષાના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી જવા પામી છે.જ્યારે તાતરમાં અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં તા.5 થી 7 સુધી વરસાદી વાતાવરણ રહેવા સાથે ઝરમર વરસાદ થયો હતો.આથી તાપમાનમાં ધરખમ ઘટાડો છેલ્લા ચાર પાંચ દિવસમાં જોવા મળી રહ્યો છે.

જેમાં વર્ષ 2022ના પ્રથમ 10 દિવસની સરખામણી કરવામાં આવે તો તા.1 થી 10 સુધીમાં 9.8 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જ્યારે તા.10 ના રોજ હવામાનમાં 5 કિમી પવનની ગતી રહેવા સાથે ભેજનું પ્રમાણ 54 ટકા નોંધાયુ અને તાપમાન લધુતમ 10 અને મહતમ 24.8 ડિગ્રી નોંધાયુ હતુ.ગત વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષ ઠંડીનું જોર ગત વર્ષની સરખામણીએ પ્રથમ 10 દિવસ જોઇએતો ઓછુ છે. ગત વર્ષ કરતા આ વર્ષ ઠંડીમાં 2 થી 3 ડિગ્રી ઓછી પડી છે.આગામી સમયમાં વધુ હીમ વર્ષાના કારણે જિલ્લામાં ઠંડી વધુ જોર પકડી શકવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...