તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • The Fire In The Acacia Fell On The Wheat. In Ingorala Of Halwad, 40 Bighas Of Wheat Were Burnt And The Farmer Who Was Going To Extinguish The Fire Was Also Burnt.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ લાગી:બાવળમાં લાગેલી આગનો તણખલો ઘંઉમાં પડ્યો, હળવદના ઇંગોરાળામાં ખેડૂતના 40 વિઘાના ઘઉં બળીને ખાખ, આગ ઓલવવા જતા ખેડૂત પણ દાઝ્યા

હળવદએક મહિનો પહેલા
 • ઉધડમાં જમીન વાવનાર ખેડૂતને મોઢે આવેલો કોળિયો છીનવાયો

હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે ઉધડમાં જમીન વાવવા રાખનાર ખેડૂતના કાપણીને આરે રહેલા 40 વિધાના ઘઉંમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં આગ ઓલવવા પ્રયાસ કરવા જતાં ખેડૂત પણ દાઝી જતા સારવામાં ખસેડાયા છે. સાથે ખેડૂતનું ટ્રેકટર પણ આગની ઝપેટમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે. બાજૂમાં આવેલા બાવળમાં આગ લાગતા તણખલો ઘંઉમાં પડતા આ બનાવ બન્યો હતો.

આજરોજ મોડી સાંજના હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે કરસનભાઈ દલવાડીએ ઉધડમાં રાખેલ જમીનની બાજુમાં બાવળમાં આગ લાગી હતી જેથી આગનો તણખલો કાપણીના આરે આવેલા ઘંઉમાં પડતા જોતજોતામાં ખેડૂતના 40 થી 45 વિઘાના ઘંઉ આગ પ્રસરી ગઇ હતી જેના કારણે ઘઉં બળીને કોયલો થઈ ગયા હતા.

નજર સામે મહેનત આગમાં હોમાઈ જતાં ખેડૂત દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગની ઝપેટમાં ખેડૂત કરસનભાઈ આવી જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે આ આગની ઝપેટમાં ખેડૂતનું ટ્રેકટર પણ આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ ગામ લોકોને થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો