તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભદ્રેશી ગામના પ્લોટમાં આગ:ફાયર બ્રિગેડનું પાણી ખૂટતાં કેનાલમાંથી લાવવું પડ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ફાયર ફાઇટર ટીમે ભદ્રેશી ગામના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગને બુઝાવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ફાયર ફાઇટર ટીમે ભદ્રેશી ગામના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગને બુઝાવી હતી.
  • લાકડાંનો જથ્થો હોવાથી આગ પ્રસરી, 1 કલાક બાદ આગ પર કાબૂ

સુરેન્દ્રનગર ફાયર ટીમને ભદ્રેશી ગામના ખુલ્લા પ્લોટમાં આગ લાગ્યાનો બનાવની માહિતી મળી હતી.આથી તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ ટીમે આગપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પાણી થઇ જતા કેનાલે ભરી લાવી એક કલાકની જહેમત બાદ આગપર કાબુ મેળવ્યો હતો.સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડમાં રાજસીતાપુર પાસે આવેલા ભદરેશી ગામમાંથી ફોન આવ્યો કે ગામમાં એક પ્લોટમાં રજનીભાઈ પરેશભાઈ લક્ષ્મણભાઈ અને હિંમતભાઈ આ ચારેય ભાગીદારના ખુલો પ્લોટ છે. એમાં લાકડાપ્લોટમાં પડેલા હોવાથી કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે જોતજોતામાં આસપાસ રહેલા ઝાળીઓ અને બાવળોમાં પ્રસરી હતી.

આ આગ બુઝાવવાની ચીફઓફિસરે સુચના આપતા પાલિકા ગેરેજ સુપ્રિટેન્ડન્ટ છત્રપાલસિંહ ઝાલા માર્ગદર્શનમાં જય રાવલ, રાહુલ ડોડીયા, અશોકસિંહ, ધર્મરાજસિ઼હ સહિતના 2500 લીટરની ક્ષમતા વાળો બંબો લઇ તાત્કાલીક પહોંચી ગયા હતા. જ્યાં આગપર કાબુ મેળવવા સતત પાણીનો મારો ચાલુ રાખી આગ ધીમી પાડી દીધી હતી.

પરંતુ લાકડા બળી કોલસા જેવા થઇ જતા હજુ આગ હોવાથી બંબો ખાલી થતા ફરી કેનાલે જઇ બંબો ભરી લાવ્યા હતા. આમ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...