કોરોના ઇફેક્ટ:મૂળીનાં મહિલા પોલિસ કર્મી લગ્નનાં બીજા દિવસે જ ફરજ પર હાજર થયા

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યકિતને જીવનમાં પોતાના લગ્નમાં કાંઇક અલગ અને મોઝ શોખ પુરા કરવાની તમન્ના હોય છે આથી લગ્નની તૈયારી છ મહિના અગાઉ શરૂ કરી દેતા હોય છે ત્યારે આ બધા શોખને બાજુમાં રાખી મુળીની ક્ષત્રિય યુવતિએ રાષ્ટહિત એજ ધર્મ ને સાર્થક કર્યુ છે.

મુળીનાં નાયાણીપામાં રહેતા હશુભા કેશુભા પરમારના દિકરી પુજાબા કેટલાક સમયથી વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. ત્યારે તેમના લગ્ન મોરબીનાં પંચાસર ગામે નક્કી થયા હતા. હાલ સમય સંજોગને જોતા તેમણે સાદાઇથી લગ્ન કરી સમગ્ર દેશ  કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે લગ્નમાં પણ રજા ન રાખી બીજા જ દિવસે પોલીસ મથકમાં હાજર થતા પોલીસ સ્ટાફ અને પરિવાર જનોએ તેમને વધાવી લીધા હતા. તસવીર જયદેવ ગોસ્વામી

અન્ય સમાચારો પણ છે...