તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિહત ધામ બંધ:ધ્રાંગધ્રા નજીક માલવણ હાઇવે ઉપર દુદાપર પાસેનું પ્રખ્યાત શ્રી વિહત ધામ બાર દિવસ માટે બંધ રહેશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
દુદાપર પાસેનું પ્રખ્યાત શ્રી વિહત ધામ બાર દિવસ માટે બંધ રહેશે
  • કોરોના સંક્રમણ અને ગેમરભાઇ ઘાંઘર (કનોડા)ની સ્મૃતિમાં ધામ બંધ રહેશે

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાનું માલવણ હાઇવે ઉપર દુદાપર પાસેનું પ્રખ્યાત શ્રી વિહત ધામ બાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતા જતા કોરોના સંક્રમણ અને ગેમરભાઇ ઘાંઘર (કનોડા)ની સ્મૃતિમાં બાર દિવસ શ્રી વિહત ધામ બંધ રહેશે.

નિલેશ ભૂવાજીએ ધામ બંધ રહેવાની જાણકારી આપી

હાલમાં કોરોનાની બીજી લહેથી લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાનું માલવણ હાઇવે ઉપર દુદાપર પાસેનું પ્રખ્યાત શ્રી વિહત ધામ બાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માઇભક્તો અને દર્શનાર્થીઓ માટે શ્રી વિહત ધામ ગાદી દર્શન બંધ રહેવા અંગે નિલેશ ભૂવાજીએ જાણકારી આપી છે.

હજારો માઇભકતો દર પૂનમ અને રવિવારે ગાદી દર્શન માટે આવે છે

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપર ગામના બોર્ડ પાસે ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર અંદાજે રૂ. 100 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વિહતધામ શિખરબંધ મંદિર આકાર લઈ રહ્યું છે. હાલ હજારો માઇભકતો દર પૂનમ અને રવિવારે ગાદી દર્શન માટે ઉમટી પડે છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં આ પ્રખ્યાત વિહત ધામ મંદિર આવેલું છે. કોરોનાના કારણે અને મા વિહોતના ઉપાસક અને ભુવાજીના પરમ મિત્ર ગેમર ઘાંઘરના નિધન નિમિત્તે દર્શનાર્થીઓ માટે બાર દિવસ વિહતધામ બંધ રહેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. વધતા જતા કોરોના સંક્રમણ અને ગેમરભાઇ ઘાંઘર (કનોડા)ની સ્મૃતિમાં બાર દિવસ શ્રી વિહત ધામ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો