તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ચોટીલાનું સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
ચોટીલાનું સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે
  • 26 દિવસથી મંદિર ભક્તજનો માટે બંધ કરાયું હતું અને હજુ 10 દિવસ સુધી બંધ રહેવા અંગે ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું

સૌરાષ્ટ્ર ભરના ધાર્મીક સ્થળોનું મુખ્ય પ્રવેશદ્વાર અને સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે.

સુપ્રસિદ્ધ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલ ચોટીલા શહેરમાં બિરાજતા ચામુંડા માતાજીના ડુંગર પર દર્શન કરવા માટે આવતા યાત્રિકોમાં 14 એપ્રિલથી બંધ કરવામાં આવ્યું હતું. તે અંગે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના મહંત પરિવારના સચિનગીરી દ્વારા ભક્તજનોના સ્વાસ્થ્ય અંગે હજુ વધુ ચિંતા હોવાથી ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને માતાજી ડુંગર પરિવારના મહંતવતી લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ઘરે રહીને પરિવારની ચિંતા કરી સલામતી સાથે સાવધાની રાખવી અને કોરોનાને હરાવવા અપીલ પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...