સુરેન્દ્રનગર શહેરના વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી સુડવેલ સોસાયટીમા પરિવાર દરગાહ ઉપર ગયો હતો. અને ઘરમા તસ્કરો ધોળા દિવસે ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ રૂ. 20,000 રોકડા અને સોના ચાંદી મળી અને એક લાખ રૂ.ની મતાનો સફાયો કર્યો છે. વઢવાણ સુડવેલ સોસાયટી ખાતે ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે.
ત્યારે આ વિસ્તારમાં વસતા લોકોમાં પણ અવારનવાર ચોરીના બનાવો વધવાના કારણે રોસ ફેલાયો છે. ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલી સુડવેલ સોસાયટીમાં રહેતા ફરજાનાબેન અને તેમનો પરિવાર ગેબનશાહ પીરની દરગાહ ખાતે દર્શન માટે ગયો હતો. ત્યારે સાંજના સમયે કોઈ અજાણ્યા શખ્શો ઘરમા ઘૂસી અને 20 હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી અને રૂપિયા એક લાખની માલમાતાનો સફાયો કરી ગયા હોવાની ફરિયાદ જાણવા જોગ વઢવાણ પોલીસ મથકે આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારે ફરિયાદી અને મકાન માલિક ફરજાનાબેન જણાવી રહ્યા છે કે, અવારનવાર આ વિસ્તારમાં ચોરીના બનાવો બને છે. સુરેન્દ્રનગર અને વઢવાણ પોલીસ નિષ્ક્રિય હોવાનું પુરવાર થઈ રહ્યું છે. અને સુડવેલ સોસાયટીમાં અનેકવાર અનેક વખત ચોરીના બનાવો સામે આવ્યા છે.
ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું પણ અનેક લોકો અગાઉ ફરિયાદ અને અરજી આપી હોવા છતા પણ ફરિયાદ ન લીધી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે ફરજાનાબેનના મકાનમા ચોરીની ઘટના સામે આવતા આ વિસ્તારના રહેવાસીઓ તાત્કાલિક અસરે ચાર રિક્ષાઓ ભરી અને વઢવાણ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને ફરિયાદ લેવા માટેની માંગણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં વઢવાણમા ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. અને રૂ. 20000 રોકડ અને સોના ચાંદી મળી અને હાલમાં એક લાખની માલમતાનો સફાયો થયો હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.