તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષ 2002માં અયોધ્યાથી અમદાવાદ પરત આવી રહેલ ટ્રેનના કોચ પર જવલનશીલ પદાર્થ નાંખી સળગાવી દેવાયો હતો. આ ઘટનામાં વાંકાનેરના કારસેવકનું પણ અવસાન થયુ હતુ. ત્યારે મૃતકે રામ મંદિરના નિર્માણનું સપનુ પુરૂ થતુ હોય તેમ લાગતા સુરેન્દ્રનગરમાં રહેતા તેમના માતા દ્વારા રામ મંદિર નીધીમાં રૂપિયા 51 હજારનો ચેક અર્પણ કરાયો હતો.
અયોધ્યામાં વિવાદીત જમીન બાબતે ચાલી રહેલા આંદોલનમાં ભાગ લઇ તા. 27 ફેબ્રુઆરી 2020ના રોજ કારસેવકો અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાં પરત આવતા હતા. જેમા ગોધરા રેલવે સ્ટેશન ખાતે કોચ નં. એસ-6 પર જવલનશીલ પદાર્થ નાંખી કોચ સળગાવી દેવાયો હતો. આ બનાવમાં 59 કાર સેવકોના મોત થયા હતા અને 40થી વધુને ગંભીર ઇજા થઇ હતી. મૃતકોમાં મૂળ વાંકાનેરના કાર સેવક શૈલેષકુમાર પંચાલનો પણ સમાવેશ થતો હતો. હાલમાં રામ મંદિરના નિર્માણ માટે નીધી એકત્ર કરાઇ રહી છે.
સુરેન્દ્રનગરમાં રહેતા મૃતક કારસેવક શૈલેષકુમારના પરિવાર દ્વારા રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 51 હજારનો ચેક અપાયો હતો. આ તકે મૃતક કાર સેવકના માતા જશુબેન અને ભાઇ ભાવેશભાઇ પંચાલે જણાવ્યુ કે, અમારા પરિવારના શૈલેષભાઇએ રામ મંદિરના નિર્માણનું જોયેલુ સપનુ હવે પુરૂ થતુ હોય તેમ લાગી રહ્યુ છે. વીએચપીના અધ્યક્ષ જયેશભાઇ શુકલ, રાજુભાઇ સહિતનાઓ દ્વારા ચેક સ્વીકારાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.