સમાધાન:દંપતીના છૂટેછેડા થાય તે પહેલા ઘરસંસાર થાળે પડ્યો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રસ્ત પત્નીએ નારી અદાલતમાં કેસ કર્યો હતો
  • સાથે રહેવાના​​​​​​​ કૉલ સાથે દંપતીનું નારી અદાલતમાં કેસ કરતા આખરે સમાધાન થયુ

સુરેન્દ્રનગર લીંબડી પંથકની દિકરી અને ખેડા જિલ્લામાં પરણેલી પરિણીતા 3 વર્ષથી સંતાન ન હોવાથી મેણાટોણા તેમજ મારઝૂડના કારણે ત્રસ્ત બની હતી. પરિણીતાએ નારી અદાલતમાં કેસ કરતા ત્રાસ આપતા પતિ અને પરિવારનોને સમજાવી છૂટાછેડાથી બચાવીને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરીને ઘરસંસારની ગાડી પાટે ચડાવી હતી.

લીંબડી પંથકની એક દિકરીના 3 વર્ષ પહેલા ખેડી જિલ્લામાં થયા હતા. ત્યારે 1 વર્ષ ઘર સંસાર ચાલ્યા બાદ પરિણીતાને સંતાન ન થતા તેમજ અવારનાવર મેણાટોણા મારવા સહિતના ઝઘડાઓ સાથે પતિ પરિણીતાને મારઝુડ કરવા લાગ્ય હતો. જેના કારણે પરિણીતા વારંવાર પિયરમાં જતી રહેતી હતી. પરંતુ અતિશય ત્રાસ વધતા અને પતિને પણ કોઇ સ્ત્રી સાથે આડાસંબંધ હોવાનું પરિણીતાને ધ્યાને આવતા પરિણીતાને કાઢી મૂકવામાં આવતી હતી. પરિણીતાએ નારી અદાલતમાં પતિ સામે 23-11-21ના રોજ કેસ કર્યો હતો.

જેમાં પતિ-પત્નીની ત્રણ વારની મિટીંગ કરાવીને જિલ્લા નારી અદાલતના કોર્ડિનેટર પુષ્પાબેન પરમાર, લીંબડી તાલુકા કોર્ડિનેટર નીલમેબેન જોષી દ્વારા સમજણ અને માર્ગદર્શન અપાતા અંતે પતિ-પત્ની છૂટાછેડાનો વિચાર માંડીવાળીને એકબીજા સાથે જ જીવન જીવવાનું નક્કી કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...