આવેદન:કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને રૂ. 4 લાખ ચૂકવો : મૂળી કોંગ્રેસ

મૂળી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિનું મામલતદારને આવેદન

મૂળી તાલુકામાં કોરોનાંથી લોકોનાં મોત થયા છે. હાલ સરકાર દ્વારા 50 હજાર ચૂકવાય છે. આથી મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન આપી 4 લાખ ચૂકવવા અગ્રણીઓ દ્વારા માગ કરાઇ હતી.હાલમાં સરકાર દ્વારા કોરોનામાં મરણ થયેલા પરિવારોને 50 હજારની સહાય કરવામાં આવી રહી છે.

આથી મૂળી તાલુકા કોંગ્રેસ સમિતનાં પ્રમુખ પદ્યુમનસિંહ પરમાર, ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, સહિત અગ્રણીઓ દ્વારા મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઇ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને 50 હજારનાં બદલે સરકાર દ્વારા 4 લાખ સહાય ચૂકવવા માગ કરાઇ હતી. હાલ કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઇ રહી છે સામાન્ય વ્યક્તિઓને મેડિકલ સેવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા તૈયારીઓ કરાય તેવી માગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...