અકસ્માતે મુશ્કેલી વધારી:ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર 45 હજાર લિટર એસિડ ઢોળાતાં લોકોની આંખ અને ખેતરના પાક પણ બળ્યાં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર સુખપર પાસેની ઘટના
  • એસિડનાં ખાનાં લીક થશે તો ટેન્કર ખાલી થતાં બે દિવસ પણ લાગે

ધ્રાંગધ્રા હળવદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે ઓઈલ ટેન્કર વાહન અથડાયુ. આથી 45 હજાર લીટર એન.એસિડ રસ્તા ઉપર ઢાળાઇ ગયુ. તીવ્રવાસની સાથે ધુમાડાથી લોકોની આંખો બળવાની સાથે ગુંગળામણ થવા લાગી હતી. ગાંધીધામમાં કેમિકલની અનેક ફેકટરીઓ આવેલી છે. ત્યાની ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલા એન.એસિડ નામનુ કેમિકલ ભરીને રવીવારે ટેન્કર વડોદરા જવા માટે રવાના થયુ હતુ.

લોકોને ગૂંગણામણ અને આખોમાં બળતરી ઊઉપડવા લાગી
ટેન્કર સુખપર પાસે પહોચ્યુ ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે ટેન્કરની ટાંકી માંથી એસિડ લીક થવા લાગ્યું હતું. હવાની સાથે એસિડના ધુમાડા અને તીવ્ર વાસ આજુબાજુમાં ફેલાવા લાગી હતી. આથી લોકોને ગૂંગણામણ અને આખોમાં બળતરી ઊપડવા લાગી હતી. એની અસર બે કિમીથી વધુ સુધી ફેલાઇ હતી. આથી હાઇવે પરના અન્ય વાહનચાલકો અને ખેતરમાં કામ કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા, જ્યારે ટેન્કરનો ચાલક અને ક્લીનર ટેન્કર મૂકીને ભાગી ગયા હતા.

ઘટનામાં સદનસીબે જાન હાનિ ટળી હતી
આસપાસના ખેતરના પાકને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઇ જાન હાનિ થઇ ન હતી. જો એક ખાનામાંથી જ એસિડ લીક થયું હશે તો જોખમ થોડું ઓછુ થશે, પરંતુ બાકીના ખાનામાંથી પણ એસિડ લીધ થવા લાગશે તો એને ખાલી થતાં બે દિવસ પણ લાગી શકે છે. અમે અમારું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક હવા આવી અને તેની સાથે આવેલા ધુમાડાની તીવ્ર વાસથી પહેલા તો આખો બળવા લાગી હતી. પહેલા મને એમ થયું કે મારી આખમાં કાંઇ પડયું હશે. ત્યાં તો બીજા લોકોને પણ આવી ફરિયાદ થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...