આવેદન:નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના લાગુ કર્મચારીઓએ માગ કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાના આગેવાનોએ રેલી યોજી આવેદન પાઠવ્યુ હતુ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાના આગેવાનોએ રેલી યોજી આવેદન પાઠવ્યુ હતુ.
  • રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
  • કર્મચારીઓએ આંબેડકર ચોકથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા

રાષ્ટ્રીડ ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચા સુરેન્દ્રનગરે રેલી યોજી હતી.જે મુખ્યમાર્ગોપર થઇ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ.જેમાં નવીના સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા તથા કર્મચારીઓના (પેટા)ગ્રેડ પે, શિક્ષકોના બદલી કેમ્પ,ફિક્સપગાર નોકરી સળંગ ગણવા, સાતમા પગાર પંચ લાભ સહિત પ્રશ્નો જે ઘણા સમયથી પડતર છે.તે નિકાલ લાવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન:સ્થાપન સંયુક્ત મોરચાના ભરતસિંહ ચાવડા, રણછોડભાઇ કટારીયા, ભગીરથસિંહ રાણા, દશરથસિંહ સહિતની આગેવાનીમાં કર્મચારીઓએ રેલીનું આયોજન કર્યુ હતુ.જે આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા લાંબા સમયથી જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા એચટાટ, ઓપી થયેલા શિક્ષકોના પ્રશ્નો નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, પ્રા.શિક્ષકોના બદલી કેમ્પ,ગ્રાન્ટેડ શાળાના કર્મીઓને બદલી લાભ, પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા, સાતમા પગાર પંચનો લાભ સહિત પ્રશ્નો હલ કરવા આંદોલન ચલાવઇ રહ્યુ છે.

અગાઉ રેલી ધરણા, સત્યાગ્રહ રેલી સહિત કાર્યક્રમો તથા રૂબરૂ અને પત્રો લખી પણ રજૂઆતો થઇ છે. પણ હજુ કોઇ પ્રતિસાદ મળ્યો નથી ભારતભરના વિવિધ રાજ્યોમાં જુની પેન્શન યોજના લાગુ છે તો અહીં પણ લાગુ કરવા માંગ કરી છે.પણ પુરી ન થતા અગાઉ બે તબક્કા માં આંદોલન બાદ હવે ત્રીજા તબક્કાનું આંદોલનની આયોજન કરયુ છે.આથી વહેલી તકે માંગો પુરી કરવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...