અકસ્માત:સામેથી વાહન આવતા મોબાઈલ પર વાત કરતા કારચાલકે કાવું માર્યું, 1 મહિલાનું મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક: જડીબેન - Divya Bhaskar
મૃતક: જડીબેન
  • રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે કાર 3-4 પલટી ખાઈ ગઈ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે બલદાણા ગામના પાટિયા પાસે 18-10-2021એ મુસાફરો ભરીને પસાર થતી હતી. જેમાં ગાડીનો ચાલક મોબાઇલ પર વાત કરવાની સાથે પૂરઝડપ જઇ રહ્યો હતો. ત્યારે સામેથી વાહન આવતા અને કાવુ મારતા ગાડી ત્રણવાર પલટી ખાતા મુસાફરો ફંગોળાતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે ગાડીના ચાલક સહિત 2ને ઇજાઓ પહોંચી હતી. રાજકોટના રૈયાધાર રાણીરૂડીમાનો ચોક દરગાહ સામે રહેતા 50 વર્ષના ધુનાબહેન દામાભાઈ ચાવડા, તેમના દીકરાનો દોઢ વર્ષનો પુત્ર મિહીર અને તેમની નાની બહેન જડીબેન લીંબડી સર્કલેથી ઇકો ગાડીમાં ચોટીલા જવા બેસેલા હતા.

ઇકો ગાડી બલદાણા ગામ નજીક પસાર થતી હતી. ચાલક મોબાઇલ ફોન પર વાત કરતો હતો. દરમિયાન સામેથી વાહન આવતા ઇકો ગાડીના ચાલો અચાનક કાવુ મારતા ઇકો ગાડી રોડની સાઇડમાં 3 પલટી મારતા જમણી સાઇડનો દરવાજો ખૂલી જતા જડીબહેન ગાડીમાંથી બહાર ફંગોળાઇ જઇ રોડ પર પડી ગયા હતા. આ અકસ્માતમાં જડીબહેન, ધુનાબહેન અને ગાડીના ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા હેડકોન્સ્ટેબલ એસ.પી.વાઘેલા સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. જેમાં ઘાયલ થયેલા જડીબહેન હનુભાઈ મીરનું મોત થયું હતું.

અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત ધુનાબહેને ગાડીના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાડીના ચાલક ભોયકા ગામના ભરતસિંહ ઝાલા સામે ગુનો નોંધાતા તપાસ શક્તિસિંહ પી.વાઘેલા ચલાવે છે. રાજકોટના ધુનીબેન તેમના દીકરાનો દોઢ વર્ષનો પુત્ર મીહીરને લઇને તેમની નાની બહેન જડીબહેનના ઘેર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાટણા ગામે માતાજીના માંડવામાં ગયા હતા. અને રાત્રિના માંડવો હોય પ્રસાદી લઇને 2 દિવસ રોકાયા હતા. ત્યારબાદ બપોરના સમયે તેઓ અને તેમની નાની બહેન જડીબેન ત્રણેય લોકો પીયર ચોટીલા તાલુકાના હલિયાસણ ગામે પાટણાથી બસમાં બેસી ધંધુકા ગયા અને બસમાં બેસી લીંબડી આવ્યા બાદ લીંબડી સર્કલેથી ઇકો ગાડીમાં બેસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...