તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:વિદેશી દારૂમાં ઝડપાયેલી કાર પર એડિશનલ કલેકટર ગ્રામ્ય રાજકોટ લખેલ બોર્ડ અંગે કાર ચાલકે ખુલાસો કર્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • ઝડપાયેલ કાર ચાલકનો ભાઈ કલેકટર કચેરીમાં કાર ભાડા પેટે ચલાવતો
  • અગાઉ પણ વિદેશી દારૂની ખેપમાં ઝડપાયો હોવાનું કાર ચાલકે કબુલ્યુ

ચોટીલા પોલીસે તા.11.5.2021ના રોજ રાત્રીના સમયે ચોટીલાથી રાજકોટ તરફ જતા હાઇવે પરથી એડિશનલ કલેકટર ગ્રામ્ય રાજકોટ લખેલ કાર સહિત 155 વિદેશી દારુની બોટલો સાથે ઝડપાયેલ રાજકોટના યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા કારચાલક યશપાલસિંહ ઝાલાને પૂછપરછ કરતા તેના ભાઈએ આ કારને કલેકટર કચેરીખાતે ભાડાપેટે ફેરવતો હતો. તેવો ખુલાસો કર્યો છે.

સરકારી ગાડીઓમાં પણ દારૂની હેરાફેરી થવા લાગી

વિદેશી દારૂનો જથ્થો ચોટીલાના કુંઢડા ગામના જયરાજભાઈ કાઠી દરબારે આ કારમાં ભરીને આણંદપૂર ચોકડી પાસે આપી ગયા હોવાનું ચોટીલા પોલીસે પૂછપરછ કરતા કબૂલાત કરી હતી. જેમાં લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મૂંધવાએ જણાવ્યું હતું અને વધુ તપાસ ચોટીલા પોલીસે હાથ ધરી હતી. ચોટીલા પોલીસે રાત્રી દરમિયાન ચોટીલા હાઈવે ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ રાજકોટ એડિશનલ કલેકટર લખેલી ગાડી પસાર થઈ રહી હોય તેવી બાતમી ચોટીલા પીઆઇ તથા પોલીસ સ્ટાફને મળી હતી. તેને આધારે ચોટીલા પોલીસે હાઇવે ઉપર નાકાબંધી કરી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી હતી. અને ત્યાંથી પસાર થઈ રહેલી ગાડી નંબર GJ-3-LG-7454 હતો. ત્યાં જ શંકાના દાયરામાં ઉભી રાખી અને ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.

ત્રણ આરોપીની હાલમાં ચોટીલા પોલીસે અટકાયત કરી

ત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા આ ગાડીમાંથી વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ચોટીલા પોલીસે રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડી તાત્કાલિક ચોટીલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જેમાં ગાડીમાં 155 નંગ વિદેશી દારૂની બોટલ હતી. તે પણ હાલમાં ચોટીલા પોલીસે કબજે કરી છે.અને ત્રણ આરોપીની હાલમાં ચોટીલા પોલીસે અટકાયત કરી છે. આ ત્રણ આરોપીઓમાં યશપાલસિંહ ઝાલા, યુવરાજ તથા કિશનની એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાં દારૂ હેરાફેરી કરવાના પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે.

રૂ 5.67 લાખનો મુદ્દામાલ ચોટીલા પોલીસે કબ્જે કર્યો

ત્યારે 52800નો દારૂ ગાડીમાં હતો તે હાલમાં પોલીસે કબ્જે કર્યો છે. કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 5.67 લાખનો મુદ્દામાલ ચોટીલા પોલીસે કબ્જે કર્યો છે અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ચોટીલા હાઈવે ઉપર રાજકોટ એડિશનલ કલેક્ટર લખેલી ગાડીમાંથી દારૂ ઝડપાતા સમગ્ર ગુજરાતમાં આ બાબતે ચકચાર વ્યાપી જવા પામ્યો છે. ત્યારે હવે સરકારી ગાડીઓમાં પણ દારૂની હેરાફેરી થવા લાગી હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...