તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:તબીબોની હડતાળ સમેટાઇ, પ્રશ્નોના નિકાલ માટે 8 જુલાઈએ બેઠક

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર સાંજની બેઠકમાં નિર્ણય લેવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં પેન-ડાઉન સ્ટ્રાઇક તેમજ ઇન સર્વિસ તબીબોની વિવિધ માગો પૂરી ન થતા શુક્રવારથી હડતાળની ચીમકી આપતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી હતી. ત્યારે શુક્રવારની મોડી સાંજ સુધી ચાલેલી બેઠકમાં આગામી 8 જુલાઈની બેઠકમાં યોગ્ય નિર્ણયની ખાતરી અપાતા હડતાળ સમેટાઇ હતી.

ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશનની સુચનાથી તા. 21 જૂનને સોમવારે જિલ્લા કલેક્ટરને સુરેન્દ્રનગર જિલ્લા ઇનસર્વિસ ડોક્ટર એસોસિયેશને આવેદનપત્ર આપી ઉચ્ચતર પગાર, પ્રમોશન, સાતમા પગાર પંચનો લાભ, સેવા સળંગ કરવાના ઓર્ડરમાં વિલંબ, પ્રમોશનમાં વિલંબ ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં વિલંબ માગ પૂરી ન થાય તો 25 જૂનથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી. પરિણામે શુક્રવારે પણ જિલ્લામાં તબીબોની હડતાળનો માહોલ સર્જાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી હતી.

હાલ કોરોનાનો માહોલ, સરકારી દવાખાનાઓની ઓપીડી, રસીકરણ સહિતની કામગીરીને લઇને તેમજ હડતાળના કારણે અનેક દર્દીઓ સાથે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આ હડતાળને મામલે તબીબો તેમજ આરોગ્યતંત્ર સહિતની તા.25-6-21ની શુક્રવારની મોડી સાંજ સુધી બેઠક ચાલી હતી. અંતે આગામી 8 જુલાઈના રોજ એક બેઠક બોલવવામાં આવશે. જેમાં તબીબોના પ્રશ્નો અને માગો અંગે ચર્ચા-વિચારણ કરી યોગ્ય કરવાનું જણાવતા હડતાળ સમેટાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...