લાંબી લાઇનો લાગી:જિલ્લાની સસ્તા અનાજની દુકાનોએ 15 દિવસથી રાશનનો પુરવઠો ફાળવાયો નથી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની 540થી વધુ સસ્તા અનાજની દુકાનોએ છેલ્લાં 15 દિવસથી અનાજનો પુરવઠો ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં દુકાનધારકોએ પૈસા ભરી દીધા હોવા છતાં પુરવઠો ન આવતા ગ્રાહકો સાથે ઘર્ષણમાં ઉતરવાના બનાવો બનતા રોષની લાગણી ફેલાઇ જવા પામી છે. આમ સર્વર ડાઉન તથા તહેવારો ટાણે તેલ અને ચોખાનો જથ્થો મોડો આવ્યા બાદ વધુ એક સમસ્યા ઊભી થતા લાભાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

દેશના ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને અનાજ મળી રહે માટે વર્ષ 2013માં નેશનલ ફૂડ સિક્યુરિટી બિલ સાંસદમાં પસાર કરાયું હતું. જે અંતર્ગત દેશભરના એનએસએફએ બીપીએલ, એએવાય, એપીએલ-1, 2 ધારકોને ઘઉં, ચોખા, ખાંડ, તેલ તુવેર દાળ,મીઠુ સહિતનો રાશન જથ્થો સસ્તા અનાજ વિતરણની દુકાનોએ કરાય છે. અગાઉ રાજ્યમાં સર્વર ડાઉન થતા પુરવઠા વિતરણની કામગીરીને અસરથઇ હતી. તાજેતરમાં જન્માષ્ટમી ટાણે તહેવારોમાં દુકાનો પર તેલ, ખાંડનો જથ્થો ન આવતા દુકાનદારો અને લાભાર્થીઓ પરેશાન થયા હતા.આમ હાલ એક માસથી જિલ્લાની 540 સસ્તા અનાજની દુકાનો પર ઘઉં, ચોખા પુરવઠાનો જથ્થો ન આવતા રાશનની દુકાનેથી પરત ફરવું પડતા રોષની લાગણી ફેલાઇ છે. રોષે ભરાયેલા લાભાર્થીઓ સાથે સસ્તા અનાજની દુકાનોએ સંઘર્ષના બનાવો બનતા તાત્કાલીક પુરવઠો ફળવાય તેવી લોકમાંગ ઊઠી છે.

તાલુકા વાઇઝ કાર્ડધારકોની વિગત

તાલુકોએપીએલ-1બીપીએલએએવાયકુલ
સુરેન્દ્રનગર-દુધરેજ16,4218,1251,65926,205
સાયલા13,5233,08678617,395
વઢવાણ15,4389,3362,00926,783
લીંબડી21,1124,9975,60731,716
લખતર6,7074,35471111,772
મુળી9,8535,96893416,755
દસાડા19,93713,3242,95636,217
થાનગઢ5,7032,8715189,092
ચોટીલા12,3096,5501,28020,139
ચુડા13,2531,84654615,645
ધ્રાંગધ્રા16,0458,5721,49626,113
કુલ1,50,30169,02918,5022,37,832

ટૂંક સમયમાં પુરવઠો પહોંચાડાશે
​​​​​​​
ટેન્ડરિંગની પ્રક્રિયાના કારણે પુરવઠો આવવામાં વાર લાગી છે. જિલ્લામાં પુરવઠો પહોંચાડવાના પ્રયાસો ચાલુ કરી દેવાયા છે. ગોડાઉનથી સસ્તા અનાજની દુકાને વહેલી તકે પુરવઠો પહોંચતો થાય તેવા પ્રયત્યો ચાલુ છે. ટૂંક સમયમાં દુકાનો સુધી પુરવઠો પહોંચાડવાની કામગીરી કરાશે. > રમેશભાઇ પટેલ, જિલ્લા પુરવઠા નાયબ મેનેજર

અન્ય સમાચારો પણ છે...