જિલ્લામાં એસટીમાં હવે કર્મચારી અનિમિતતા દાખવશે તો તેની ખેર નથી. ઉચ્ચકક્ષાએથી થયેલા આદેશો મુજબ હવે જીપીએસ સિસ્ટમ દ્વારા જ આવા કર્મચારીઓને પકડી સસ્પેન્શન સુધીના પગલાઓની તાકીદ કરાતા જિલ્લાના 600 કંડકટર-ડ્રાઇવર સતર્ક બની ગયા છે.
જો અનિયમિતતા દેખાશે તો આકરાં પગલાં લેવાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં દોડતી તમામ એસટી બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરીને દરેક રૂટની ગાડીઓ પોતાના નિયત સમયે ઉપડે અને આવે. બિનજરૂરી હોલ્ટ ન કરે, ઓવરસ્પીડમાં ન ચલાવે વગેરે બાબતોની અનિયમિતતા ડ્રાઇવર-કંડકટર દ્વારા આચરવામાં ન આવે તેવા પગલા એસટી નિગમના એમ.ડી.સોનલ મિશ્રા દ્વારા લેવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 600 જેટલા એસટીના ડ્રાઇવર-કંડકટરોમાં ફફડાટ ફેલાયો છે. જો કોઇ બેદરકારી ધ્યાને આવી તો તેના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરીને દંડ વસૂલાશે.
ઉપરાંત ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશથી સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ ડ્રાઇવર-કંડકટરને અપાઈ છે. છતાં જો કોઇપણ અનિયમિતતા આચરવામાં આવશે તો ડેપો બદલીથી લઇ સસ્પેન્શન સુધીના પગલાઓ લેવાશે. જીપીએસ સિસ્ટમ નીચે જો કોઇ ડ્રાઇવર -કંડકટર ફોલ્ટમાં નજરે પડશે તો તેના વિરૂદ્ધ જી-12 પહોંચ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાશે. બીજી તરફ રાજકોટ એસટી વિભાગીય નિયામક જે.બી.કલોત્રાએ જણાવ્યું કે, લાઇન ચેકિંગ ટીમ દ્વારા બસના ડ્રાઇવર-કંડકટરો માટે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હાલ તો જિલ્લામાં 155 એસટી બસો પર જીપીએસની બાઝ નજરથી અંદાજે 600 જેટલા ડ્રાઇવર-કંડકટરો પણ સતર્ક બની ગયા છે.
એક વર્ષમાં ઓનલાઈન 1 જ ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં માત્ર સુરેન્દ્રનગર-પાવાગઢ રૂટની બસ અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેશનમાં ન જતી હોવાની લખતરના એક મુસાફરે ઓનલાઈન ફરિયાદ રાજકોટ વિભાગને કરી હતી. પરિણામે આ ફોલ્ટ જીપીએસની પધ્ધતિથી પ્રૂફ થતા બસના ડ્રાઇવરની રાજકોટ તેમજ કંડકટરની વાંકાનેર બદલી કરવામાં આવી હતી.
કઇ અનિયમિતતાઓ પકડાશે તો થશે કાર્યવાહી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.