તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં 86 માધ્યમિક શિક્ષકની ભરતી થશે

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષક ની ભરતીમાં પગે ઇજા સાથે ડોકયુમેન્ટ વેરીફિકેસન માટે આવેલા શિક્ષિકાની ગાડીએ જઇને કાર્યવાહી પૂરી કરી. - Divya Bhaskar
શિક્ષક ની ભરતીમાં પગે ઇજા સાથે ડોકયુમેન્ટ વેરીફિકેસન માટે આવેલા શિક્ષિકાની ગાડીએ જઇને કાર્યવાહી પૂરી કરી.
  • સુરેન્દ્રનગરના એક શિક્ષિકાના પગમાં ઈજા હોવાથી વેરિફિકેશન માટે અધિકારી કાર પાસે ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 86 માધ્યમિક શિક્ષકની ભરતી કરવાની છે. તેના માટે 2 દિવસ ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કેમ્પ રખાયો છે. જેમાં કુલ 303 શિક્ષકના ડોક્યુમેન્ટની તપાસ કરાશે. પરંતુ આ સરકારી કામગીરીમાં પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ માનવતા દાખવી અકસ્માત થયેલ અને નાના બાળક સાથે આવેલા શિક્ષિકાઓ પાસે જઇને તમામ પેપરોની તપાસ કરીને સહિઓ કરી આપી હતી.

સુરેન્દ્રનગરમાં આર.એ.પટેલ બોય્ઝ સ્કૂલમાં શિક્ષકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો ગુરુવાર અને શુક્રવાર એમ 2 દિવસ કેમ્પ ચાલું છે. ગુરુવારના દિવસે પોતાના તમામ પેપરોની તપાસ માટે સુરેન્દ્રનગરના સ્નેહાબેન ભરતભાઇ સભાણી આવ્યા હતા. સ્નેહાબેનને થોડા દિવસો પહેલા અકસ્માત થયો હતો. જેમાં પગના ભાગે ઇજા થતા ઓપરેશન કરાવવું પડ્યું હતું. આથી પેપર ચેક કરાવવા માટે તેઓ ઉપર જઇ શકે તેમ ન હતા. ત્યારે ત્યાંથી પસાર થતા શિક્ષણ અધિકારી એસ.એન.બારડે શિક્ષિકાને કારમાં પગે પાટા બાંધેલી હાલતમાં જોતા તેમની પાસે ગયા અને ત્યાં જ ઊભા ઊભા તેમના કાગળોની તપાસ કરીને સહિ કરી આપી માનવતા મહેકાવી હતી. બીજા એક કિસ્સામાં નાના બાળક સાથે બહેના આવ્યા હતા. તેમને પણ તુરંત બોલાવી કાર્યવાહી પૂરી કરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...