આંશિક રાહત:જિલ્લામાં લઘુતમ તાપમાન 28.6 અને મહત્તમ 43.3 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીનો પારો 46 ડિગ્રી રહ્યા બાદ આંશિક રાહત: શનિવારે તાપમાન 1 ડિગ્રી ઘટ્યું
  • ​​​​​​​હવાની ગતિ 23 કિમી અને વાતાવણરમાં ભેજ 27 ટકા નોંધાયો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સૂર્યનારાયણ આકરા તપ્યા હતા. જેમાં 2 દિવસ સતત ગરમીનો પારો 46 ડિગ્રી રહેતા જિલ્લો રાજ્યનો સૌથી ગરમ જિલ્લો બન્યો હતો. ત્યારે શુક્રવાર બાદ શનિવાર પણ આંશિક રાહત લઇ આવ્યો હતા. જેમાં સતત બીજા દિવસે તાપમાન 1 દિવસમાં 1 ડિગ્રી ઘટી ગયું હતું. જેમાં લઘુતમ તાપમાન 28.6 મહત્તમ તાપમાન 43.3 રહ્યું હતું. હવાની ગતિ 23 કિમી અને ભેજનું પ્રમાણ 27 ટકા રહ્યું હતું.

ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસથી ગગનમાંથી અગન ગોળા વરસાવતી ગરમી વરસી રહી છે. જેમાં છેલ્લા 2 દિવસ બુધવાર અને ગુરુવાર તો જિલ્લાવાસીઓ માટે આકરા રહ્યા હતા. જેમાં ગરમીનો પારો સતત વધી 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જ્યારે ગુરુવારે સતત બીજા દિવસે પણ તાપમાન 46 ડિગ્રી રહેતા જિલ્લો રાજ્યમાં સૌથી ગરમ જિલ્લા તરીકે નોંધાયો હતો.

આથી આકરો તડકો અને ગરમી સાથે બફારો લોકોને પરેશાન કરી મુક્યા હતા. ત્યારે શુક્રવાર થોડી શાંતિ લઇ આવ્યો હોય તેમ ગરમીનો પારો 1 દિવસમાં 1.7 ડિગ્રી ઘટી ગયો હતો. અને શનિવાર પણ સતત તાપમાનમાં ધટાડો લાવ્યો હતો. જેમાં 1 દિવસમાં તાપમાન 1 ડિગ્રી ઘટી 28.6 અને 43.3 રહ્યું હતું.જિલ્લામાં હવાની ગતિ 23 કિમી અને વાતાવરણમાં ભેજ 27 ટકા નોંધાયો હતો. આમ ગરમીથી જિલ્લાવાસીઓને 2 દિવસથી આંશિક રાહત મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...