તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:જિલ્લામાં ચોમાસું જામ્યું, અડધાથી 3.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ - Divya Bhaskar
વઢવાણ
  • પાટડીમાં સૌથી ઓછું 9 મીમી, ધ્રાંગધ્રામાં 10 મીમી પાણી પડ્યું
  • જિલ્લામાં 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતરનો અંદાજ
  • ચુડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો
  • વાવણીના ખરા સમયે જ મેઘાના મંડાણથી ખેડૂતોના ઘરે લાપસીનાં આંધણ

ઝાલાવાડમાં ચોમાસુ વાવેતરનો સમય બરોબર થઇ ગયો છે ત્યારે જિલ્લાની માથે મેઘાએ મંડાણ માંડીને વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં સાડા ત્રણ ઇચથી લઇને અડધા ઇચ સુધીનો વરસાદ વરસી ગયો છે. જયા સારો વરસાદ પડી ગયો છે ત્યાના ખેડૂતો વાવણીની તૈયારી સાથે લાપસીના આંધણ મુકશે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો વિધીવત આરંભ થઇ ચૂકયો છે.

થાન
થાન

આ વર્ષે રોહિણી રેલાઇ હતી જેથી સારો વરસાદ પડવાની ખેડૂતોને આશા છે આવા સમયે સારો વરસાદ થતા ખેડૂતોને હાસકારો થયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા અને પાટડીમાં થયો છે. બાકીના તાલુકાઓમાં ખાસ કરીને ચૂડામાં સૌથી વધુ વરસાદ થયો છે. સાયલા,લીંબડી,વઢવાણ,લખતર,થાન,મૂળીમાં પણ એક ઇચ થી વધુ વરસાદ પડયો છે. ચોમાસનાની સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે.આ વર્ષે 6 લાખથી વધુ હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજે છે. સમયસર વરસાદનું આગમન થતા હાલતો ખેડૂતોમાં રાજીપો છે. પરંતુ આગામી સમયમાં પણ સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા છે.

હળવદ
હળવદ

30 લાખ હેકટરના આગોતરા વાવેતરને સૌથી વધુ ફાયદો થશે : કૃિષ નિષ્ણાંત
જિલ્લામાં જયા પાણીની સગવડતા છે ત્યા દર વર્ષે ખેડૂતો ખાસ કરીને કપાસના પાકનું આગોતરૂ વાવેતર કરી દેતા હોય છે. જો વરસાદ ન થાય તો કેનાલ કે કુવા,બોરનું પાણી પાઇને કપાસ ઉગાડી દેવામાં આવે છે.અને જો સમયસર વરસાદ થઇ જાય તો કપાસના પાકને ખુબ સારો ફાયદો થાય છે. આ વર્ષે 30 હજાર હેકટરમાં આગોતરા કપાસનું વાવેતર કર્યુ છે. જેને આ વરસાદથી સારો ફાયદો થશે.

2 ઇંચ વરસાદ થાય તો વાવેતર માટે ઉત્તમ ગણાય
બે દિવસમાં જિલ્લામાં અમુક તાલુકાઓમાં વરસાદ સારો થયો છે તો અમુક તાલુકાઓમાં ખુબ ઓછો વરસાદ છે. અત્યારે વાવણી માટે ખુબ સારો સમય છે. વરસાદ પણ સમયસર આવ્યો છે. બે ઇચ વરસાદ પડયા બાદ વાવેતર થાય તો પાકને સારો ફાયદો થઇ શકે છે.જિલ્લામાં આ વખતે કપાસના પાક માટે પણ વાતાવરણ ખુબ અનુકુળ રહે તેવી શકયતાઓ છે. અને આથી જ સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થશે. > એચ.બી.વાદી, ખેતીવાડી અધિકારી

સાર્વત્રિક સારા વરસાદની આગાહીને પગલે ખેડૂતોની વાવણી તૈયારી શરૂ
એંધાણ અને આગાહી વચ્ચે ખેડૂતો ખેતીમાં જહેમત ઉઠાવે છે ત્યારે આગામી દિવસોમાં સારા વરસાદની સાર્વત્રીક વરસાદની આગાહીના કારણે ખેડૂતો બાકી જમીનમાં વાવણી કરવાની તૈયારી આદરી છે. જેના કારણે ઝાલાવાડની 6 લાખ હેકટરમાં વાવણી થતા ઝાલાવાડ હરીયાળુ બનશે.

અન્ય સમાચારો પણ છે...