આગાહી:જિલ્લામાં શનિવારે 165 મીમી વરસાદ હજુ 7 દિવસ વરસાદની આગાહી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂચના; નદી-નાળાંમાં ન જવા લોકોને તાકિદ કરાઈ

લ્લામાં શનિવારના રોજ કુલ 37 મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે થાન, ધ્રાંગધ્રા, મૂળી,સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ નથતા કોરા રહ્યા હતા. હવાની ગતી 18 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યુ હતુ.શનિવારે તાપમાન લઘુતમ 25.4 અને મહત્તમ 31.2 ડિગ્રી રહ્યુ હતુ. હવામાન વિભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 7 દિવસ આવુ વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરી છે.આથી રવિ,સોમ મંગળ, બુધ,ગુરૂ, શુક્ર, શનિ દરમિયાન તાપમાન 26 થી 32 વચ્ચે રહેવાનું અને હવાની ગતી 14થી 24કિમી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 થી 89 ટકા રહેવાની આગાહી કરાઈ છે.

વહીવટી તંત્રે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
જિલ્લામાં વરસાદને લઇ આવેલ ડેમ, નદી-નાળા, તળાવો ઓવરફલો થવાની શક્યતા છે.ગત વર્ષોમાં લોકો ગફલતમાં ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડવાથી, પાણીમાં ડુબી જવાથી,પાણીના પ્રવાહમાંથી પસાર થવાના પ્રયાસ કરવાના કારણે માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બન્યા હતા.જેને લઇ જિલ્લા વહિવટી તંત્રએ લોકોને પાણી ભરાયેલ હોય તેવા સ્થળે નહાવા નપડવુ. આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગે તૈયાર કરેલી દામીની એપ ડાઉનલોડ કરવા તથા ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નંબર 02752-283400 પર જાણ કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...