તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:જિલ્લો ગરીબ છે, સરકારે સુવિધાઓ પૂરી પાડવી જોઇએ : મોઢવાડિયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ અધ્યક્ષ સહિત કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સિમિતના પૂર્વ અધ્યક્ષ તેમજ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રવિવારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે આ જિલ્લો પછાત છે આવી મહામારીમાં સરકારે સુવિધાઓ પૂરી પાડવી જોઇએ તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં હાલમાં કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અણધડ વહીવટ-સંકલનનો અભાવ અને ખોટી નીતિઓને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા,ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, શહેર શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, સાહિર સોલંકી, સાગરભાઈ, શાન જયપુરી, દેવેન્દ્ર ઠાકર, વિપુલ મકવાણા સહિતનું કોંગ્રેસનું પ્રતિનીધિ મંડળ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલની મુલાકાતે આવીને હોસ્પિટલના કોરોનાના દર્દીઓ અને આરોગ્ય કર્મીઓની સંવેદના મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...