હાલાકી:જિલ્લામાં 2 દિવસથી રસીનો ડોઝ આવ્યો જ નથી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે માત્ર 1460નું જ રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી રસીની અછત વર્તાતા તેની રસકરણ પર અસર થઇ હતી. જેથી ઓછા રસીકરણ સાથે સોમવારે પણ માત્ર 1460 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 12.15 લાખ લોકોનું રસીકરણ.

જિલ્લામાં રવિવાર તેમજ સોમવાર એમ 2 દિવસથી રસીના સ્ટોકની અછત વર્તાતા તંત્ર સાથે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં રસી ન હોવાના કારણે હાલ હાજર સ્ટોકથી રસીકરણ ચાલુ રખાતા રવિવારે કુલ 1742 લોકોએ રસી લીધી હતી. જ્યારે તા. 13 સપ્ટેમ્બરને સોમવારે પણ રસીના કેન્દ્રો ઘટવાની સાથે 66 કેન્દ્ર પર માત્ર 1460 લોકો જ રસીનો લાભ લઇ શક્યા હતા. બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9,59,983 પ્રથમ તેમજ 2,55,206 બીજા ડોઝ સાથે કુલ 12,15,189 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 6,40,937 પુરૂષો અને 5,74,063 મહિલાઓએ તેનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં 10,68,438 કોવિશીલ્ડની અને 1,46,751 કોવેક્સિન રસીનો ઉપયોગ કરાયો હતો. કુલ રસીકરણ 18-44 વયના 6,46,491, 45-60ની ઉંમરના 3,43,069 તેમજ 60થી ઉપરની વયના 2,25,629 લોકોએ રસી મૂકાવી હતી.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમારે પ્રસાદે જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી ઉપરથી જ રસી આવતી નથી જેના કારણે રસીકરણ ઓછુ થઇ રહ્યું છે, પરંતુ આજે અંદાજે 10,000નો રસીનો ડોઝ આવશે જેનો લોકો લાભ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...