તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં રાહત:જિલ્લામાં ઓકિસજનના 35 ટકા, સારવારના 20 ટકા બેડ ખાલી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણના આનંદભુવનમાં કોરોના દર્દીઓની સારવાર માટેના મોટા ભાગના બેડ ખાલી જોવા મળી રહ્યા છે. - Divya Bhaskar
વઢવાણના આનંદભુવનમાં કોરોના દર્દીઓની સારવાર માટેના મોટા ભાગના બેડ ખાલી જોવા મળી રહ્યા છે.
  • કુલ 1420 બેડની સગવડતા ધરાવતી જુદી જુદી હોસ્પિટલમાં દર્દીઓ ઘટ્યા
  • 1500થી 2000 લોકોના ટેસ્ટમાંથી માત્ર 60થી 100 લોકો જ પોઝિટિવ, 70 ટકા દર્દી હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ જાય છે

સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. અનેક દર્દીઓ કોરોનાના શિકાર બન્યા હતા. તે સમયે શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા હતા. ઓકિસજનના બાટલા પણ ખાલી થઇ ગયા હતા. આવા સમયે મે મહિનાની શરૂઆતમાં શહેરીજનો માટે રાહતના સમાચાર એ છે કે વર્તમાન સમયે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને આથી જ જિલ્લામાં કુલ 1400 દર્દીઓની બેડની સગવડતા ધરાવતી જુદી જુદી હોસ્પિટલોમાં રવિવારની સ્થિતિ મુજબ જોઇએ તો ઓકિસજનની સગવડતા ધરાવતા 35 ટકા અને સારવાર માટેના 20 ટકા બેડ ખાલી હોવાની વિગતો મળી રહી છે. 1500થી 2000 લોકના ટેસ્ટમાંથી માત્ર 60થી 100 લોકો જ પોઝિટિવ આવી રહ્યા છે.

ઝાલાવાડમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક પુરાવર થઇ હતી. અનેક લોકો કોરોનાના રોગમાં સપડાઇ ચૂક્યા હતા. અને અગણીત લોકો મોતના મુખમાં હોમાઇ ગયા હતા. તેમાં પણ ખાસ કરીને એપ્રિલ મહિનો તો કોરોનાને લઇને સૌથી વધુ ભારે રહ્યો હતો. દર્દીઓને સારવાર આપવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1420 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દર્દીઓને ઓકિસજનની વધુ જરૂર પડતા કુલ 1420 બેડ 867 બેડમાં ઓકિસજન અને 59 બેડમાં વેન્ટીલેટરની સગવડતા કરાઇ હતી. જયારે 494 સાદ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા હતા. તેમાં પણ દર્દીઓનું ઓકિસજન લેવલ ખુબ જ ઘટી જવાથી દર્દીઓને ઓકિસજનની સગવડતા ન મળતા અનેક દર્દીઓને ખુલ્લામાં કે હોસ્પટલના બાકડા ઉપર ઓકિસજન આપવા માટે તંત્ર મજબુર બન્યુ હતુ. અને આથી જ એક માત્ર એપ્રિલ મહિનામાં જ કોરોનાના 2094 કેસ અને 143 વ્યકિતના મોત થઇ ગયા હતા. પરંતુ મે મહિનાની શરૂઆત થતાની સાથે કેસમાં થોડી ઘણી રાહત જોવા મળી હતી.

આથી જ વર્તમાન સમયે કોરોનાના સાદા બેડ જે 494 છે તે પૈકી 99 જેટલા બેડ ખાલી છે. જે જોતા હાલના સમયે 20 ટકા બેડ ખાલી છે. જયારે ઓકિસજનના 35 ટકા એટલે કે 867 બેડમાંથી 307 ખાલી છે, તો વેન્ટીલેટરના 3 બેડ ઉપર કોઇ જ દર્દી નથી. જે લોકો માટે રાહતના સમાચાર છે. વર્તમાન સમયે જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના અંદાજે 1500થી 2000 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. જેમાથી માત્ર 60 થી 100 જેટલા લોકો જ કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. આમ કોરોનાના કેસમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

બીજી બાજુ એપ્રિલ મહિનાની 28 તારીખે મોતનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ 13ને આંબી ગયો હતો તેમાં પણ રાહત જોવા મળી રહી છે. મહત્વની બાબત તો એ છે કે અત્યારે જે કોરોનાના પોઝિટીવ કેસ આવી રહ્યા છે તેમાંથી 70 ટકા જેટલા દર્દીઓ તો ઘરે જ સાજા થઇ રહ્યા છે. અને આથી જ જિલ્લાની હોસ્પીટલોમાં દર્દીઓનો ઘસારો ઓછો થઇ રહ્યો છે.

કેસ ઘટ્યા છતાં પણ નિયમોનું પાલન જરૂરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાન કેસમાં જે ઘટાડો થયો છે તેનાથી તંત્ર અને લોકોને રાહત છે. તેમ છતા કોરોનાને હજુ પણ હળવાશથી લેવાની ભુલ ન કરી શકાય.જરૂરી કામ વગર લોકો બહાર ન નીકળે તે ખુબ જરૂરી છે. અને જો બહાર નિકળવાનું થાય તો માસ્ક ફરજીયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે આવશ્યક છે. લોકોના સાથ અને સહકારથી જ કોરોના ઉપર વિજય મેળવી શકાય તેવી સ્થિતિ છે. > ડો. ચંદ્રમણી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...