સમરસ પંચાયતો:સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે 504માંથી 109 બેઠક સમરસ થઇ હતી

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમરસ પંચાયતોને વધુ ગ્રાન્ટની સુવિધા મળે છે

સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલ જાહેર થઇ ગઇ છે. ત્યારે ગ્રામ પંચાયતો સમરસ બને તો વધુ ગ્રાન્ટ સહિત લાભો મળતા હોવાથી આ વર્ષ પણ વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ બને તેવી તૈયારીઓનો ધમધમાટ હાથ ધરાયો છે. ગત ચૂંટણીમાં જિલ્લાની 504 બેઠકમાંથી 109 બેઠક સમરસ થઇ હતી.

સરકારી જાહેરનામા બાદ આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી રાજકીય પક્ષો પોતપોતાના સમર્થનવાળા ઉમેદવારો સરપંચ અને સભ્યોની બેઠકો પર બિરાજમાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. આથી આગામી 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવાની અને તા.7 સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.ત્યારબાદ ચિત્રસ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો મેદાને છે. સમરસ ગ્રામ પંચાયત એટલે ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી સરકાર તરફથી ખાસ અનુદાન મળે છે. જેમાં મહિલા સમરસ એટલે સરપંચ સહિત ગ્રામ પંચાયત સમરસ થાય તો ખાસ અનુદાન અને એકથી વધુવાર સમરસ થાય તો પણ વિષેશ અનુદાન મળે છે.

અન્ય સમાચારો પણ છે...