તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લા કલેક્ટરે કચેરીઓની ઓચિંતી મુલાકાત લેતાં કર્મીઓમાં દોડધામ મચી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાખલાઓ એક દિવસમાં આપવા, સમયમર્યાદામાં અરજીનો નિકાલ કરવા સૂચન કર્યાં

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની બદલી થતા નવા આવેલા કલેક્ટરે કોવિડ સેન્ટર બાદ કચેરીઓની મુલાકાત લીધી હતી જેમાં અરજદારોને મળી તેમની સમસ્યાઓ જાણી કર્મચારીઓને સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા સૂચન આપ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી કરાયા બાદ જિલ્લાના નવા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી ડો.એન.કે.ચ્વાહાણે ચાર્જ સંભાળ્યો છે.

ત્યારે જિલ્લાની કચેરીઓમાં અરજદારોની સમસ્યા અને તંત્રની કામગીરી જોવા ઓચિંતી મુલાકાત લેતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. ત્યારે સુરેન્દ્રનગર સીટી મામલતદાર કચેરીમાં એટીવિટી સેન્ટર પર આવેલા અરજદારોને મળી તેમની સમસ્યા જાણી હતી. જ્યારે આવકના દાખલા એક જ દિવસમાં આપવા કર્મચારીઓને સૂચના અપાઇ હતી. જ્યારે જનસેવા કેન્દ્રની મુલાકાતમાં અરજદારોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ આપવાના સૂચનો આપી રજિસ્ટર અને ફાઇલો તપાસી હતી.

જ્યારે ચોમાસુ સિઝન-2021ની આપત્તિને પહોંચી વળવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની મુલાકાત લઇ ઇમરજન્સી ઓપરેશન કન્ટ્રોલરૂમની તૈયારીની સમીક્ષા કરી તેમજ જિલ્લાની હોઝાર્ડ પ્રોફાઇલ બાબતે માહિતી મેળવી તેને અનુસાંગીક પગલા લેવા માર્ગદર્શન આપ્યુ હતું.

લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારની કચેરીઓ અને કોવિડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી
જિલ્લા કલેકટરે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ બેડ વ્યવસ્થાની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા 18 થી 44 વર્ષના રસીકરણની ચકાસણી કરી લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ તેઓએ લખતર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લઈ દફતર ચકાસણી કરી હતી.બાદમાં તાલુકાનાં કડું ગામે પણ દફતર ચકાસણીની કામગીરી હાથ ધરી હતી.જેમાં વઢવાણ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, તાલુકા ઇન્ચાર્જ મામલતદાર એમ.જે.નાકીયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પી.એસ.આઇ. એચ.એમ.રબારી વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...