તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધાની ચકાસણી:જિલ્લા કલેક્ટરે કોવિડ સેન્ટરોની આકસ્મિક મુલાકાત લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
  • ગાંધી હોસ્પિટલ, સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સુવિધાની ચકાસણી કરી

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની બદલી થતા નવા આવેલા કલેક્ટરે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં ત્યાં દર્દીઓ માટે સુવિધાની ચકાસણી કરી જરૂરી સુચનો આપ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી કરાયા બાદ જિલ્લાના નવા કલેક્ટર એ.કે.ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી ડો.એન.કે.ગ્વ્હાણેએ ચાર્જ સંભાળ્યો છે.

ત્યારે જિલ્લાના કોવિડ સેન્ટરમાં કોરોની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્રની તૈયારી સંદર્ભે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મહાત્મા ગાંધી હોસ્પીટલ અને સી.યુ.શાહ મેડીકલ કોલેજ કોવિડ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી.જ્યાં દર્દીઓને મળતી તમાસ સુવિધાઓની આરોગ્ય અધિકારીઓને સાથે રાખી રૂબરૂ ચકાસણી કરી હતી. જ્યારે કોવિડ-19 સંભવીત ત્રીજી વેવ અંગે તૈયારી માટે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...