તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલાર હબ:સુરેન્દ્રનગરનો રણ વિસ્તાર ગ્રીન એનર્જી હબ બન્યો, રણનો અસહ્ય તડકો ક્યાંક પંખા અને AC ચલાવવામાં મદદરૂપ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિને 20 લાખ યુનિટના વીજ વપરાશ સામેં 200 લાખ યુનિટનું ઉત્પાદન
 • 12 જેટલા સોલાર પ્લાન્ટોમાં દર મહિને વપરાશથી દશ ગણું વધારે વીજ ઉત્પાદન કરે છે

સુરેન્દ્રનગરના અતિ પછાત વિસ્તાર તરીકે પંકાયેલા રણકાંઠા વિસ્તારમાં એક સમયે વીજળીની કટોકટી હતી. જ્યારે હાલમાં પાટડી તાલુકાના 92 ગામોંમાં મહિને અંદાજે 20 લાખ યુનિટનો વીજ વપરાશ છે. જેની સામેં રણકાંઠામાં ધમધમતા 12 જેટલા સોલાર પ્લાન્ટોમાં દર મહિને દશ ગણું વધારે એટલે કે અંદાજે 200 લાખ યુનિટનું વીજ ઉત્પાદન થાય છે. આથી પછાત રણકાંઠા વિસ્તાર વીજ ઉત્પાદનનું હબ બનવા પામ્યું છે.

હાલમાં કુલ 140 મેગા વોટના 12 જેટલા સોલાર પ્લાન્ટ
સુરેન્દ્રનગરના સૂકાભઠ્ઠ અને અતિ પછાત વિસ્તાર તરીકે પંકાયેલા રણકાંઠામાં હાલમાં કુલ 140 મેગા વોટના 12 જેટલા સોલાર પ્લાન્ટો ધમધમી રહ્યાં છે. જેમાં પાટડી તાલુકાના ફત્તેપુરમાં 2, ધામામાં 3, સુરેલ-વિસનગરમાં 1, પાટડીમાં 3, માવસર-ગોરીયાવડમાં 1 અને રાજપર-ભડેણામાં 1 મળી તાલુકામાં કુલ 12 સોલાર પ્લાન્ટો ધમધમી રહ્યા છે. જેમાંથી રોજની 7 લાખ યુનિટ વિજળી પેદા થવાની સાથે મહિને અંદાજે 2 લાખથી પણ વધારે યુનિટ વીજળી પેદા થાય છે. રણકાંઠાના આ તમામ સોલાર પ્લાન્ટો વીજળી પેદા કરીને વીજ કંપનીઓને આપે છે. બદલામાં એમને યુનિટ દીઠ નાણા ચુકવવામાં આવે છે.

20 લાખ યુનિટના વપરાશ સામે 200 લાખ યુનિટનું ઉત્પાદન
આ અંગે પાટડી પાસે આવેલા રાજેશ પાવર્સ કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, એક મેગા વોટ સોલાર પ્લાન્ટ રોજની એવરેજ 4500થી 5000 યુનિટ વીજળી પેદા કરે છે. બીજી બાજુ પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ, પાટડી તાલુકાના 92 ગામોંમાં મહિને સરેરાશ 20 લાખ યુનિટનો વપરાશ થાય છે. જેની સામેં રણકાંઠામાં જ 10 ગણું વધારે એટલે કે 200 લાખ યુનિટનું મહિને વીજ ઉત્પાદન થાય છે.

ખારાઘોડામાં જ 100 મેગા વોટનો સોલાર પ્લાન્ટ સ્થાપાશે
​​​​​​​રણકાંઠામાં હાલમાં 140 મેગાવોટના 12 સોલાર પ્લાન્ટો ધમધમી રહ્યાં છે. જેની સામેં ખારાઘોઢાની હિન્દુસ્તાન સોલ્ટ લિ.ની માલિકીની જમીનમાં જ 100 મેગા વોટનો વિશાળ સોલાર પ્લાન્ટ આગામી દિવસોમાં સ્થાપાશે, જેથી પછાત રણકાંઠો વીજ ઉત્પાદનનું હબ બનશે એ ગૌરવ લેવા જેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો