તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલમાં લાશ:સુરેન્દ્રનગરના હેબતપુર પાસેની કેનાલમાંથી અજાણી મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના હેબતપુર ગામ પાસેની નર્મદા કેનાલમાંથી અજાણી મહિલાની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બજાણા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ કેનાલમાંથી લાશ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાની માળીયા શાખા કેનાલમાં અત્યાર સુધીમાં ન્હાવા પડેલા અનેક લોકો ડુબી ગયાની વિગતો સામે આવી છે. ત્યારે પાટડી તાલુકાના હેબતપુર ગામ પાસેથી પસાર થતી ગાંધીનગર-માળીયા નર્મદા કેનાલમાં લાશ તરતી હોવાના લખતર વિઠ્ઠલાપરા નર્મદા કેનાલના ગેટ ઓપરેટર જીતેન્દ્ર રમેશભાઇ પરમાર દ્વારા બજાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આથી બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા, રાજેશભાઇ મીઠાપરા અને શિવાભાઇ સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ નર્મદા કેનાલમાંથી અજાણી મહિલાની કોહવાઇ ગયેલી હાલતમાંથી લાશ બહાર કાઢી હતી અને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ મહિલા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરની હોવાનું ધ્યાનમાં આવતા આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

લાશને રાજકોટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવીઆ અંગે બજાણા પોલીસના જણાવ્યાનુસાર આ અજાણી મહિલાની લાશ અંદાજે 15થી 20 દિવસ જૂની હશે.ક્રેનથી લાશ બહાર કાઢતા લાશ આખી ફાટી ગઇ હતી. પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લવાયા બાદ ત્યાંથી રાજકોટ લઇ જવાઇ હતી. તેના વાલી વારસદાર ના મળે ત્યાં સુધી લાશને રાજકોટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો