બિનવારસી મૃતદેહ:સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પાસેના સ્વામિનારાયણ મંદિર નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસે આવેલા સ્વામિનારાયણના મંદિર પાસે અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીએસઆઇને જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

હાલના થોડા સમયમાં ચાર જેટલા મૃતદેહો બિનવારસ હાલતમાં મળ્યા
આ અજાણ્યો મૃતદેહ મળી આવ્યો છે. તે કોનો છે ? કોણ છે ? ક્યાંના છે ? જેની હજુ તપાસ ચાલી રહી છે, ત્યારે હાલના થોડા સમયમાં ચાર જેટલા મૃતદેહો સુરેન્દ્રનગરમાંથી બિનવારસી હાલતમાં મળ્યા છે, ત્યારે આવા મૃતદેહોની ઓળખ કરવામાં પણ પોલીસ તંત્રને ભારે મુસીબત સર્જાઇ છે.

મૃતદેહને પીએમ માટે ખસેડાયો
સુરેન્દ્રનગર શહેરના નવા જંક્શન પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરની પાસે એક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહનું પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી અને તાત્કાલિક અસરે પીએમ માટે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને તપાસ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...