મૃતદેહ મળી આવ્યો:મૂળીના વિરપર ગામે વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જેની હજી શોધખોળ પોલીસ ચલાવી રહી છે. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામે વૃદ્ધની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં મૂળી પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી. હાલમાં બિનવારસી મળેલા મૃતદેહને મુળી સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી
સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ બિનવારસી મૃતદેહો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. થોડા દિવસ પહેલા લીંબડી બસસ્ટેન્ડમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં બિનવારસી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે ફરીવાર જિલ્લાના મૂળી તાલુકાના વીરપર ગામે એક 80 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈ ચકચાર મચી છે. આ મૃતદેહની ઘટનાને પગલે તાત્કાલિક અસરે મૂળી પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવતા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
એક જ સપ્તાહમાં જિલ્લામાં ત્રણ મૃતદેહ મળી આવ્યાં
​​​​​​​
પોલીસે લાશને મૂળી ખાતે આવેલી સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...