ડૂબી જતા મોત:સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ

​​​​​​સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં અવારનવાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

એક કલાકની શોધખોળ ચલાવ્યા બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો
આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધખોળ ચલાવ્યા બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટનાસ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનુ અને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ( ઉંમર વર્ષ 18 ) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી.

પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
યુવાનનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે. ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...