સુરેન્દ્રનગર ગુરુબ્રાહ્મણ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં સરકારી દવાખાનાના કર્મચારીઓની બેદરકારીથી સમાજની નિર્દોષ દીકરીનું અવસાન થયાનું જણાવ્યું હતું.આથી જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા ઘટકના આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરીમાં મુખ્યમંત્રીને સંબોધી આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ મયુરભાઇ ધમલના લગ્ન ધ્રાંગધ્રા ખાતે ઉર્વશી પંડ્યા સાથે થયા હતા. તેમને એક બેબીનો જન્મ થયેલ જે શારીરિક ખોડખાપણવાળા હતા. આથી ભવિષ્યમાં સંતાન ખોડખાપણવાળું ન થાય માટે ભાવનગર સરકારી સરટી હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા. તેઓએ સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હંતુ. સોનોગ્રાફી દરમિયાન ઉર્વશીબેને બૂમો પાડતા અંદર જઇ તપાસ કરી તો દર્દીની તબિયત સારી નથી.
તાત્કાલિક ગાયનેક વિભાગમાં લઇ જવા પડશેનું કર્મચારીએ જણાવ્યું હતું.જ્યાં વેન્ટિલેટર પર રખાયા હતા.અને ડોક્ટરે દર્દીની તબિયત ગંભીર છે. સોનોગ્રાફીનું રીએક્શન આવતા પેટ ફુલાઇ ગયું આથી શું થયું તે જાણવા ઓપરેશન કરવું પડશે. બીજો વિકલ્પ ન હોવાથી ઓપરેશનની મંજૂરી આપતા ઓપરેશન થિએટરના બદલે ગાયનેક વિભાગમાં ઓપરેશન કર્યું હતું.
પરિવારજનોને બતાવ્યું કે અંદરના ભાગે કોઇ નુકસાન નથી ખાલી પેટમાં પાણી ભરાયું છે. એમ કહી આઇસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા.અને તા.11-2-2022ના રોજ ડોક્ટર અને સ્ટાફે દર્દી મૃત્યુ પામ્યાનું કહી સહિ કરી બોડી લઇ જાવ કહ્યું હતું.જ્યારે હત્યા કર્યાનો આક્ષેપ કરતા લાશ બિનવારસી ગણી નિકાલ કરવાની ચીમકી આપી હતી. આમ ડોક્ટર અનેસ્ટાફની બેદરકારીથી ઉર્વશીબેનનું અવસાન થયું હોવાથી ડોક્ટર અને સ્ટાફને ડીસીમીસ કરી અને તેમની સામે એસઆઇટી અને કમિટિ રચના કરી ન્યાયિક તપાસ કરવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.