તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધૂએ ગળેફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસ બાદ પિયરે જવાનું કહેતા લાગી આવવાથી આત્મહત્યા કરી

મોરબી પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધૂએ તેમના ઘેર ગત મોડીરાત્રીના સમયે દરમિયાન કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી કરીને તેણીનું મોત નિપજતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ઘરમાં ગળેફાંસો ખાઇ લેતાં અનીતા સાગઠીયાનું મોત નિપજ્યું
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના સામાકાંઠે સોઓરડી-નવી કલેકટર કચેરી મેઇન રોડ વિસ્તારમાં આવેલ મહાવીર પાર્કમાં રહેતા અનિતા સાગઠીયા નામની 38 વર્ષીય મહિલાએ આજ 25 જુલાઇના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતાં અનીતા સાગઠીયાનું મોત નિપજ્યું હતુ.

પોલીસે બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે
જેમાં પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજ સુમરાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અનિતા સાગઠીયા મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકા સાગઠીયાના પુત્રવધુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ અનિતાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ આ ગોઝારા બનાવ અંગે મૃતકના પરિવારજનોને પૂછપરછ કરતા મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક અનિતાને તેણીના માવતર સુરેન્દ્રનગર જવું હતું જોકે તેઓએ બે દિવસ પછી જવાનું કહ્યું હતું અને તે બાબતનું માઠું લાગી આવવાથી અનિતાએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો