અકસ્માતનો ભય:વઢવાણના મુખ્ય રસ્તા પર ભૂર્ગભ ગટરનું ઢાંકણું તૂટ્યું

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ વડ તરફથી કમળ-ધર્મ તળાવ આગળ આવેલા મુખ્ય રસ્તા પર જ ભૂર્ગભ ગટરનું ઢાંકણું તૂટી જતા અકસ્માતનો ભય. - Divya Bhaskar
વઢવાણ વડ તરફથી કમળ-ધર્મ તળાવ આગળ આવેલા મુખ્ય રસ્તા પર જ ભૂર્ગભ ગટરનું ઢાંકણું તૂટી જતા અકસ્માતનો ભય.
  • કોર્ટ, તા.પં. તરફ જતા આ રસ્તા પર વાહનોની અવરજવર વધુ હોય છે

વઢવાણ શહેરના કેટલાક રસ્તાઓનું રિપેરિંગ સાથે ડામર કરવામાં આવ્યું હતું. જેમાં વઢવાણ વડ તરફથી કમળ તળાવ તેમજ ધર્મ તળાવની પાસેથી પસાર થતા રોડ પર ડામર કરાયો હતો. પરંતુ છેલ્લાં ઘણા સમયથી આ રોડ નીચેથી પસાર થતી ભૂર્ગભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી તેટલી જગ્યા ખૂલ્લી રહી છે. આ ગટરના ઢાંકણની જગ્યાએ કેટલી નાની આડશો મૂકવામાં આવી છે. પરંતુ આ રસ્તા પર રાહદારીઓ તેમજ વાહનચાલકોની સંખ્યા વધુ રહેતી હોવાથી ખૂલ્લી જગ્યામાં લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ ગટરમાં ટુ વ્હીલર સહિતના વાહનો ફસાઇ જવાની સાથે અકસ્માતો થઇ રહ્યા છે.

આ અંગે કપીલભાઈ, વજાભાઈ, મહેન્દ્રભાઈ વગેરે જણાવ્યુ કે, અહીં રસ્તા નીચેથી ભૂર્ગભ ગટર પસાર થાય છે, ઢાંકણું ન હોવાથી નીચેનો ભાગ પ્રમાણમાં વધુ હોવાથી જો કોઇ વાહનચાલક કે રાહદારી અંદર ખાબકે તો મોટી દુર્ઘટના થઇ શકે છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...