આરોપીની જામીન અરજી નામંજૂર:લખતરના વરસાણીમાં સગર્ભા મહિલાને ભગાડી જનારા આરોપીની જામીન અરજી કોર્ટમાં નામંજૂર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વરસાણી ગામે પરિણીતાને ભગાડી જઈને તેના પતિને મરવાની દુષ્પ્રેરણા આપવા સબબ જેલવાસ ભોગવતા શખ્સની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી હોવાનું જાણવા મળે છે. આ કેસની વિગત એવા પ્રકારની છે કે, લખતર તાલુકાના વરસાણીના યુવાને દેદાદરા ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

તેના ગામનો શખ્સ અવારનવાર અશ્વીનને જાતિ અપમાનીત કરીને ધમકી આપતો હતો કે, અમારા સમાજની દિકરી તમારા ઘરમાં ન હોય.. હું ગમે ત્યારે તેને લઈ જઈશ.. અને 26-8-2022ના રોજ સગર્ભા ઘરેથી ગુમ થતા તેને શખ્સ ભગાડીને લઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયુ હતુ. ત્યારબાદ યુવક ઉપર છરીથી હુમલો થયો હતો. શખ્સના ત્રાસથી કંટાળેલા યુવાને વિષપાન કરીને મોત વહાલુ કરી લેતા તેના પિતાએ શખ્સ સામે લખતર પોલીસમાં ઈપીકો 306 અને અનુ.જાતિ અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનીયમ 3 (1) (આર), 3(1) (એસ), 3(2) (વી) એન.એસ.મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. તાજેતરમાં આરોપીએ જામીન ઉપર મુકત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરતા નામદાર જજે વકીલોની દલીલ અને આધાર પુરાવા જોઈને દશરથની જામીન અરજી નામંજુર કરી છે.

અન્ય સમાચારો પણ છે...